GSTV
India News Trending

કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ

દિલ્હી સરકારે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારી મહિલા કુશ્તીબાજ દિવ્યા કાકરાનની છેલ્લા પાંચ વર્ષથી મદદ નથી કરી એ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે, કાકરાન અત્યાર સુધી ઉત્તર પ્રદેશ વતી રમી છે ત્યારે યુપી પાસે તેણે મદદ માંગવાની હોય. તેના બદલે ભાજપના ઈશારે કેજરીવાલ સરકારને બદનામ કરવા કૂદી પડી છે. આપ દ્વારા કાકરાન યુપીમાં ભાજપનો પ્રચાર કરતી હોય એવો વીડિયો પણ મૂકાયો છે.

કાકરાને આ પહેલાં દાવો કર્યો હતો કે, ૨૦૧૯માં ઉત્તર પ્રદેશ સરકારે મને રાણી લક્ષ્મીબાઈ એવોર્ડ અને ૨૦૨૦માં આજીવન પેન્શન આપ્યું હતું. યોગી સરકારે ૫૦ લાખ રૂપિયા અને ઓફિસર રેન્કનું પદ મને આપ્યું છે. યુપી ઉપરાંત હરિયાણા સરકારે પણ મારી મદદ કરી પણ હું દિલ્હીમાં રહેતી હોવા છતાં કેજરીવાલ સરકારે મદદ કરી નથી.

જો કે સ્પોર્ટ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલાં લોકો આપના દાવાને સાચો ગણાવે છે. કાકરાન દિલ્હીમાં રહેતી હશે પણ એ યુપી વતી રમી છે તેથી યુપી સરકાર તેને મદદ કરે તેમાં નવાઈ નથી.

Related posts

મુંબઇમાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી, લેન્ડલાઈન નંબર પર આવ્યો કોલ

Hemal Vegda

તેલંગાણા સીએમ કેસીઆરે તેલંગાણા રાષ્ટ્ર સમિતિને બનાવી દીધી ભારત રાષ્ટ્ર સમિતિ, રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશનો તખ્તો તૈયાર

HARSHAD PATEL

PM મોદીના શાંતિ આહ્વાન બાદ ઝેલેન્સકી પુતિન સાથે વાતચીત નહીં કરે, શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારતની તૈયારી

pratikshah
GSTV