GSTV
Home » News » પ્રિયંકાનું લોહી 1984ની ઘટનાઓથી ઉકળવું જોઈતું હતું : કુમાર વિશ્વાસ

પ્રિયંકાનું લોહી 1984ની ઘટનાઓથી ઉકળવું જોઈતું હતું : કુમાર વિશ્વાસ

લોકો દ્વારા માર મારીને હત્યા કરવાની ઘટનાઓ પર પ્રિયંકા ગાંધીના નિવેદન બાદ હવે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા કુમાર વિશ્વાસે તેમના ઉપર નિશાન સાધ્યું છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, દેશમાં લિંચિંગની ઘટનાઓને જોતા તેમનું લોહી ઉકળી ઉઠે છે. તાજેતરના દિવસોમાં લિંચિંગની ઘટનામાં વધારાથી દેશભરમાં આક્રોશ છે. કુમાર વિશ્વાસે કહ્યુ છે કે, લોકશાહીમાં આટલા વર્ષની આઝાદી બાદ સડક પર આવી રીતે લોકો સમૂહ, જાતિ, ધર્મ અને ખાણીપીણીની પસંદના કારણે જીવ ગુમાવે છે. પરંતુ રાજકીય પક્ષોનું લોહી છે તે મૌસમી નેતાઓનું લોહી છે. આવા નેતાઓનું લોહી તેમના માટેની હિતકારી ઘટનાઓને લઈને જ ઉકલે છે. કુમાર વિશ્વાસે કહ્યુ છે કે પ્રિયંકા ગાંધીનું લોહી 1984ની ઘટનાઓથી ઉકળવું જોઈતું હતું. તેમણે કહ્યું છે કે દેશના તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહે નિવેદન આપ્યું હતું કે દેશના કુદરતી સંસાધનો પર પહેલો હક લઘુમતીઓનો હોવાનું નિવેદન કર્યું હતું ત્યારે તેમનું લોહી ઉકળવું જોઈતું હતું. ત્યારે પ્રિયંકાએ કહેવું જોઈતું હતું કે આ એક વિચિત્ર નિવેદન છે અને દેશ સૌના માટે સમાન છે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કુમાર વિશ્વાસે કહ્યું છે કે, તે એ વાત પર પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યા છે કે બંને ભાઈ-બહેને સમયગાળા વહેંચી રાખ્યા છે. એખનું લોહી જૂનમાં ઉકળે છે અને બીજાનું લોહી જુલાઈમાં ઉકળે છે. તેઓ નાનીના ઘરે છે. તેથી તેમનું લોહી દેશમાં પાછા ફર્યા બાદ ઉકળશે અને હવે આ સમયગાળા વચ્ચે આમનું લોહી ઉકળી ઉઠયું છે. વડાપ્રધાન મોદીને પણ કુમાર વિશ્વાસે નિશાને લેતા કહ્યુ છે કે બાકી દેશમાં કાયદો-વ્યવસ્થાની આવી સ્થિતિની ઉણપો તેમના દ્વારા મધરાતના મોટા-મોટા કાર્યક્રમો, મોટા-મોટા સ્ટૂડિયોમાં આપવામાં આવેલા વડાપ્રધાનના ભાષણોથી ભાગ્યે જ પુરી થઈ શકશે. વિશ્વાસે કહ્યુ છે કે આ ઘણું શરમજનક હશે કે ગાંધીજી પર આખા દેશમાં અને આખી દુનિયામાં ફૂલ ચઢાવનારા વડાપ્રધાન જો લિંચિંગની ઘટનાઓ રોકી શકતા નથી તો તે લોકશાહી માટે કષ્ટકારી છે.

Related posts

સ્વાઈન ફ્લૂની પકડમાં સુપ્રિમ કોર્ટનાં 6 જજ, કોર્ટમાં માસ્ક લગાવીને કરી રહ્યા છે સુનાવણી

Mansi Patel

કેન્સલ અને વેઈટિંગ ટિકિટોથી રેલવેએ માત્ર 3 વર્ષમાં જ આટલી થઈ કમાણી

Pravin Makwana

દિલ્હીમાં હિંસા કેમ વકરી : પોલીસે કર્યો મોટો ખુલાસો, ટ્રમ્પ પણ હતા જવાબદાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!