એક બાજુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને માંડ ત્રણથી ચાર મહિનાનો સમય બાકી છે ત્યાં બીજી બાજુ આમ આદમી પાર્ટીએ ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કર્યો છે જેના પગલે ભાજપમાં પણ ફફટાટ ફેલાઈ ગયો છે. આ સ્થિતિ વચ્ચે આપ પાર્ટીના નેતા ભગુભાઈ વાળાને રેપ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

વેરાવળના પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલ ઇસરાનીએ જણાવ્યું હતું કે 23 વર્ષીય યુવતીએ શુક્રવારે (23 સપ્ટેમ્બર 2022) ભગુભાઈ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે AAP નેતાએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. ફરિયાદ બાદ યુવતીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને IPCની કલમ 376 હેઠળ કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ કહ્યું કે, કે આરોપીનો કોવિડ રિપોર્ટ આવ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ પૂછપરછ માટે તેને કસ્ટડીમાં લેવામાં આવશે.
નોંધનીય છે કે, રેપ કેસમાં ફસાયેલા ભગુ વાળા પહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ પદ પર હતા અને ત્યારબાદ તેઓ તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેમની વિશ્વાસ ફિલ્મ ક્રિએશન નામની ફિલ્મ પ્રોડક્શન કંપની છે. આરોપ છે કે ભગુ વાળાએ આ ફિલ્મ કંપનીના આધારે કાસ્ટિંગના નામે એક મોડલને ફસાવી હતી. ત્યાર બાદ તેણે તેને પોતાના ફ્લેટમાં બોલાવીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
Also Read
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો