GSTV
ANDAR NI VAT Trending

ગુજરાતમાં ફાયદો મેળવવા ‘આપ’ ઓપરેશન લોટસનું નાટક કરી રહી છેઃ કોંગ્રેસનો આક્ષેપ

પંજાબમાં આમઆદમી પાર્ટીએ કોંગ્રેસના હાથમાંથી સત્તા આંચકી લીધી હોવાથી તે લાલઘુમ છે. આપ પર પ્રહાર કરવાનો એક પણ મોકો તે ચૂકતી નથી. બંને પક્ષો વચ્ચે ભીષણ દ્વંદ્વ યુદ્ધ છેડાયું છે. પંજાબ કોંગ્રેસે દાવો કર્યો છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલાં આમઆદમી પાર્ટી તૂટી જશે. પંજાબના 12 ધારાસભ્યો અન્ય પક્ષમાં અવસર શોધી રહ્યા હતા. તેઓ કોંગ્રેસ જોડે સંપર્કમાં હતા.

લોટસ

પંજાબ કોંગ્રેસે ઓપરેશન લોટસના આપના દાવાને બોગસ ગણાવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે, ગુજરાતમાં અને હિમાચલ પ્રદેશમાં આમઆદમી પાર્ટીનો ગજ વાગી રહ્યો નથી આથી રાજકીય સફળતા માટે ઓપરેશન લોટસની ખોટી સ્ટોરી બનાવી રહી છે. એટલું જ નહીં કોંગ્રેસને ખતમ કરવા તે ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહી છે. ચાહે તે ગોવા હોય, મહારાષ્ટ્ર હોય, પૂર્વોત્તર હોય કે બીજું કોઈપણ રાજ્ય, ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ખેંચી રહ્યો છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે આમઆદમી પાર્ટી તેની બી ટીમ તરીકે કામ કરી રહી છે. પંજાબ કોંગ્રેસે એવો પણ દાવો કર્યો છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલાં ભગવંત માન પંજાબના એકનાથ શિંદે બનશે.

READ ALSO:

Related posts

ગેહલોતના નામ પર ચોકડી લાગ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં આ નામોની ચાલી રહી છે ચર્ચા

Hemal Vegda

OMG/ કબ્રસ્તાનમાં અચાનક જીવતી થઇ ડેડબોડી, તાબૂત ખખડાવતા કહ્યું, “હું જીવિત છું”

Damini Patel

તમે પણ ફેસ્ટિવ સિઝનમાં કરો છો ઓનલાઈન શોપિંગ? આ 4 વાતોને ધ્યાનમાં રાખીને કરો ખરીદી, નહીંતર થશે મોટું નુકસાન!

Hemal Vegda
GSTV