GSTV
Amreli ગુજરાત ટોપ સ્ટોરી

ભાજપના આ દિગ્ગજ નેતાના ગામમાં જ પાણીની અછત, ગામમાં જનરેટરની વ્યવસ્થા કરી આપી હોવાના દાવા સાથે ગોપાલ ઇટાલિયાએ કર્યો ધારદાર કટાક્ષ

રાજ્યમાં ‘તાઉ-તે’ વાવાઝોડા બાદ સૌરાષ્ટ્રના ઘણાં ખરા ગામડાઓમાં મોટી સમસ્યાઓ સર્જાઇ છે એવામાં રાજુલાના સમૂહ ખેતી ગામમાં પાણીની અછત સર્જાતા આપના કાર્યકરોએ પાણીની સુવિધા ઊભી કરી આપી હતી. જો કે, આપના ગોપાલ ઇટાલિયાએ ભાજપના દિગ્ગજ નેતા મહેશ કસવાલાના ગામમાં જઇને જનરેટરની વ્યવસ્થા કરી આપી હતી. પરંતુ તેઓએ મહેશ કસવાલાને આડે હાથ લેતા કટાક્ષ કર્યો હતો.

This image has an empty alt attribute; its file name is mahesh-kaswala-vs-gopal-italiya-1024x683.jpg

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ‘ગામના કેટલાંક વ્યક્તિઓ રાજુલામાં અમે 3 દિવસથી રોકાયા છે તો અમે મળ્યાં ત્યારે મે પૂછ્યું કે, ‘ભાઇ રાજુલાના સમૂહખેતી ગામમાં ફુડ પેકેટની જરૂર કેવી છે, તો એમને કીધું કે, ફૂડ પેકેટની ખાસ જરૂરિયાત નથી, 2-5 પરિવારોને બાદ કરતા, પાણીની ખૂબ તકલીફ છે અને લાઇટ નથી એટલે પાણી ક્યાંયથી આવતુ નથી, તો મે પૂછ્યું કે, શુ કરવું પડે તો કહે કે જનરેટર લાવવું પડે, તો મે કીધું કે સારું જનરેટર માટેની કોશિશ કરીએ ત્યારે અમારી આમ આદમી પાર્ટીના ભૂપેન્દ્રભાઇ વાળા ચલાલાના આગેવાન કે જેમને અમે ફોન કર્યો કે, એક જનરેટરની જરૂર છે તાત્કાલિક, તો ઉપેન્દ્રભાઇએ એમના સાથીમિત્રો સાથે જનરેટર મોકલ્યું અને આ રાજુલાના સમૂહખેતી ગામમાં પાણી હવે આવી ગયું છે.’

વધુમાં જણાવ્યું, ‘હમણાં ટૂંક સમયમાં જ પાઇપથી સંપમાં પાણી ભરી આખા ગામને પાણી મળી રહે એવી વ્યવસ્થા (કોશિશ) કરી છે.બાદમાં ગામમાં આવ્યાં પછી અમને સારું જાણવા મળ્યું કે, આ ગામ ભાજપના મહાવિકાસ પુરૂષ, ટીવીની અંદર જે આખો દિવસ ફેંકમ ફેક કરતા હોય છે તેવા મહેશ કસવાલાનું આ ગામ છે. આટલાં દિવસ વાવાઝોડાંને થયાં તો આ ગામમાં પાણીની વ્યવસ્થા નથી, મકાનો પડી ગયા છે, પરમ આદરણીય, પરમ માનનીય મહેશભાઇ હાલમાં ગામમાં હાજર છે, સાક્ષાત. સ્વદેહે અહીં હાજર છે પણ વ્યવસ્થામાં બધું બાપા સિતારામ. તો આ ખાલી કહેવાની વાત છે, પરંતુ ટીવીમાં બેસીને ફાંકફોજદારી કરવી એ મહેશભાઇ કસવાલાની વાત આખી અલગ છે. પણ માણસને જ્યારે વ્યવસ્થાની જરૂર પડે, સુવિધાની જરૂર પડે ત્યારે એક આગેવાનનું કામ છે કે, ગમે તેમ કરીને ભેગું કરવું. ગામના આગેવાનો ક્યાં ગયાં, બે શબ્દો તમે પણ કહો કંઇક ગામ વિશે.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

રાજ્ય સરકારની ઉંઘ ઉડી! વિશિષ્ટ શિક્ષકો હક્ક મેળવવા માટે અહિંસક આંદોલનના માર્ગે, ગાંધીનગરમાં બેઠકમાંલેવાયો નિર્ણય

pratikshah

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda

હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે એક્તા માટે વધારવો પડશે સંવાદ, વસતી નિયંત્રણ અંગે બોલ્યા મોહન ભાગવત

Damini Patel
GSTV