વિધાનસભા ચૂટણી પ્રક્રિયામાં ફોર્મ ભરાયા બાદ જે જે ઉમેદવારોએ એમની માલમિલકત જાહેર કરી છે.એમાં સોમનાથ બેઠકમાં સૌથી વધુ મિલકત આપના ઉમેદવારની અને બીજા ક્રમે કોંગ્રેસના અને ત્રીજા ક્રમે ભાજપના ઉમેદવારની આવે છે.

આપના નવ ધોરણ પાસ ઉમેદવાર જગમાલ વાળાએ રજુ કરેલા સોગંદનામામાં ૧૮ કરોડથી વધુ મિલકતો જાહેર કરી છે. એમાં તેમની પાસે ચાર લકઝરી ગાડીઓ અને ૧૪ ટ્રક તે ધરાવે છે. આમ તેઓ પાસે કુલ ૧૮ વાહનો છે. એમની જંગમ મિલકતોમાં રૃા.૧૮.૦૫.૩૩૮૧૨ અને સ્થાવર મિલકતો ૯૭ લાખથી પણ વધુની દર્શાવી છે.એમની સામે કુલ પાંચ ફોજદારી કેસ નોંધાયા છે.

કેમિકલ એન્જિનીયર અને કન્સ્ટ્રકશનો તથા ખેતીનો વ્યવસાય કરતા ભાજપના ઉમેદવાર માનસિંગ પરમાર પાસે કોઈ જ મોટર કાર કે બાઈક નથી. એમની મિલકત રૃા.૧.૧૫.૦૦૦ અને જંગમ મિલકત એક કરોડ સત્યાવીસ લાખ પંદર હજાર એકસો ત્રેવીસની છે. જયારે કોંગ્રેસના બી.કોમ ભણેલા ઉમેદવાર વિમલ ચુડાસમા પાસે એક મોટર કાર છે. એમની પાસે જંગમ મિલકત ૫૭,૯૪,૮૫૯ની છે. જયારે સૃથાવર મિલકત રૂ.૪૯.૭૫.૦૦૦ની છે એમની સામે એક ફોજદારી કેસ નોંધાયેલો છે.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો