GSTV

AAPના મુખ્યમંત્રીવાળા મ્હેણાંના જવાબમાં હવે BJPએ લગાવ્યા પોસ્ટર

દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં જ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે પોસ્ટર વોર શરૂ થયું હતું, જેમા પોસ્ટર દ્વારા એકબીજા પર કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ આમઆદમી પાર્ટીએ પણ 2020 ના રોજ ભાજપના સાત મુખ્યમંત્રી ઉમેદવારોને અભિનંદનનો સંદેશ પાઠવ્યો હતો. ત્યારે ભાજપે પણ પલટવાર કર્યો છે. આ પોસ્ટર ત્યાં જ મુકવામાં આવ્યું છે જ્યાં આમ આદમી પાર્ટીએ પોસ્ટર દ્વારા ભાજપ પર કટાક્ષ કર્યો હતો.

મિંટો રોડ પર લાગ્યુ પોસ્ટર

હવે બીજેપીએ પલટવાર કરતાં મિંટો રોડ પર આમ આદમી પાર્ટીનાં પોસ્ટરની સામે જ બીજેપીએ AAP પર કટાક્ષ કરતું નવું પોસ્ટર રજૂ કર્યુ છે.આ પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે ‘આપના મુખ્યમંત્રી પદના ઉમેદવારને નવા વર્ષ માટે અભિનંદન જેમને કેજરીવાલે તેમના પક્ષમાંથી બહાર ફેંકી દીધા છે, જેમાં યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, મયંક ગાંધી, કેપ્ટન ગોપીનાથ, આશિષ ખેતાન, આશુતોષ, કુમાર વિશ્વાસ, શાઝિયા ઇસ્મી નામ લખ્યું છે.

આમ આદમી પાર્ટીએ લગાવ્યુ પોસ્ટર

તો, થોડા દિવસો પહેલા, આમ આદમી પાર્ટી વતી, મિન્ટો રોડ પર એક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું, જેમાં દિલ્હીના ભાજપના 7 નેતાઓને નવા વર્ષ માટે અભિનંદન આપ્યા હતા, તેમને મુખ્યમંત્રીના ઉમેદવારો તરીકે ગણાવ્યા હતા. આ પોસ્ટરમાં દિલ્હી ભાજપ નેતા મનોજ તિવારી, સાંસદ ગૌતમ ગંભીર, પ્રવેશ વર્મા, ડો.હર્ષવર્ધન અને ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

કોટક બેન્ક ખરીદી રહી છે ઇન્ડસઇંડ બેંક, આખરે વિવાદ વધતાં બેન્કે કરી આ સ્પષ્ટતા

Ankita Trada

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર થયા કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ

Mansi Patel

બૉડીકૉન ડ્રેસમાં સુહાના ખાનનો સેક્સી અવતાર જોતા રહી જશો, વાયરલ થઇ રહી છે શાહરૂખની લાડલીની આ Hot તસવીરો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!