GSTV
Home » News » APPનો ગંભીર આરોપ, ચૂંટણીપંચ દેશમાં રમખાણોની સ્થિતિ ઉભી કરી રહ્યું છે

APPનો ગંભીર આરોપ, ચૂંટણીપંચ દેશમાં રમખાણોની સ્થિતિ ઉભી કરી રહ્યું છે

આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકારના દબાણમાં ચૂંટણી પંચ દેશની શાંતી વ્યવસ્થાને બગાડવાનો પ્રયત્ન કરી રહી છે. વીવીપેટની પર્ચીને મેળવવાની રીતને લઈને જે રણનિતિ ચૂંટણી પંચે તૈયાર કરી છે, તેનાથી પાર્ટી અને ઉમેદવારો વચ્ચે અણબનાવ વધશે. પાર્ટીનો આરોપ છે કે, કેન્દ્ર સરકારના ઈશારે પંચ દેશમાં રમખાણોનો માહોલ ઉભો કરી રહી છે.

Rabri Devi EC

આપ પ્રવક્તા અને ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે મીડિયા સાથે વાત કરતા પક્ષના કાર્યાલયમાં કહ્યું હતું કે, APP લાંબા સમયથી ઇવીએમની પ્રામાણિકતાને લઈને સવાલ ઉઠાવતી રહી છે. પાર્ટીનું માનવું છે કે મશીનમાં છેડછાડ શક્ય છે. પરંતુ કેન્દ્ર સરકાર આ મુદ્દે ભ્રમ ફેલાવી રહી છે. કેન્દ્ર સરકાર ઇવીએમમાં ટેમ્પરિંગ કરીને મતદારોના મતો સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન કરી રહી છે.

સૌરભ ભારદ્વાજના અનુસાર, બધા વિરોધ પક્ષો માંગ કરી રહ્યા છે કે ઇવીએમના મતોની વીવીપેટની પર્ચિઓ સાથે મેળ કરવામાં આવે. પરંતુ ચૂંટણી કમિશન આ વાતને નકારી કાઢે છે. ચૂંટણી કમિશને કહે કે, પહેલા બધી લોકસભા બેઠકોની મતગણના થશે, ત્યારબાદ વીવીપેટની પેર્ચીઓનું જોડાણ થશે.

સૌરભ ભારદ્વાજે સવાલ કર્યો છે કે, જો ગણતરી બાદ કોઈ લોકસભામાં રિઝલ્ટ આવે છે કે ભાજપનો ઉમેદવાર જીતી ગયો અને ત્યાર બાદ વીવીપેટની પર્ચીઓની ગણતરીમાં ગરબડ નિકળી તો શું ભાજપ તે લોકસભાની ચૂંટણી રદ કરવા દેશે? શું જીતેલો ઉમેદવાર રોડ પર ઉતરીને વિરોધ નહી કરે? શું તે ફરિવાર ચૂંટણી માટે રાજી થાશે?

VVPAT lok sabha

સૌરભ ભારદ્વાજનું કહેવું છે કે ચૂંટણી પંચ મતની ગણતરી પછી વીવીપેટની પર્ચીનું જોડાણ કરવું તે દેશમાં સીધી રીતે રમખાણ કરાવવાનું ષડયંત્ર છે. તેનાથી દેશની શાંતીને ખતરો છે. ચૂંટણી પંચના આ વલણથી દેશમાં રમખાણોની સ્થિતિ ઉભી થઈ શકે છે.

READ ALSO

Related posts

વિશ્વનો આ દેશ પ્રવાસીઓથી કંટાળ્યો, ટુરીસ્ટ અટકાવવા મોટો નિર્ણય લઇ સૌને ચોંકાવ્યા

Riyaz Parmar

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, નવસારીમાં રેલવે સ્ટેશને ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો પરિવાર ઝડપાયો

Path Shah

લો બોલો ! બિહારમાં ચમકી તાવના કહેર વચ્ચે સ્વાસ્થ્ય મંત્રીને મેચનો સ્કોર જાણવામાં રસ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!