GSTV
Home » News » વર્ષો બાદ એક વાર ફરી સાથે જોવા મળશે ત્રણેય ખાન, જાણો શું છે કારણ

વર્ષો બાદ એક વાર ફરી સાથે જોવા મળશે ત્રણેય ખાન, જાણો શું છે કારણ

બોલીવુડ એક્ટર ઈરફાન ખાન હાલ લંડનમાં છે. ઈરફાન ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જણાવ્યું હતું કે તે ન્યુરોએન્ડ્રોકાઈન ટ્યૂમર નામની બીમારીથી પીડાય છે અને તેના ઈલાજ માટે તે લંડન ગયા છે. તેમની આવનારી ફિલ્મ ‘બ્લેકમેલ’ રિલીઝ થવા જઈ રહી છે અને આવા સમયે તે તેનું પ્રમોશન કરી શકે તેમ નથી.

ઈરફાનની મુશ્કેલીઓ જોતા ફિલ્મ જગતના ત્રણેય ખાન ઈરફાનની મદદમાં આગળ આવ્યા છે. મુશ્કેલીની આ ઘડીઓમાં સલમાન, આમિર અને શાહરૂખે ઈરફાનની ફિલ્મ પ્રમોટ કરવાનું નક્કી કર્યુ છે અને આ વાતની જાણ ફિલ્મના ડાયરેક્ટર અભિનવ દેવે આપે છે.

જાણવી દઈએ કે આમિર ખાનની હિત ફિલ્મ ‘ડેલી બેલી’નું નિર્દેશન કરનાર અભિનવ દેવે જ ઈરફાન ખાન સાથે બ્લેકમેલ બનાવી છે. સુત્રોના જણવ્યા મુજબ ત્રણેય ખાન માટે ફિલ્મની ખાસ સ્ક્રિનિંગ આયોજિત કરવામાં આવશે. ત્યાર બાદ ત્રણેય ખાન આ ફિલ્મનું પ્રમોશન કરશે.

જો આ શક્ય બન્યું તો વર્ષ ૨૦૧૪ બાદ ફરી પહેલી વાર આ ત્રણેય ખાન એક સાથે જોવા મળશે. આ પહેલા વર્ષ ૨૦૧૪માં એક ન્યૂઝ કાર્યક્રમમાં ત્રણેય ખાન સાથે જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે ૮ એપ્રિલે ઈરફાનની ફિલ્મ બ્લેકમેલ રિલીઝ થવા જઈ રહી છે. જેમાં તે પોતાની પત્નીની બ્લેકમેલ કરતા જોવા મળશે.

 

 

Related posts

કંગના બની શિવભક્ત, તમિલનાડૂના રામેશ્વરમ મંદિરમાં ભક્તિમાં લીન થઈ અભિનેત્રી

Pravin Makwana

OMG ! કેટરિનાએ પહેરેલા આ ડ્રેસ ખરીદવા માટે તો એક ‘લોન’ લેવી પડે !

Pravin Makwana

દીકરી શ્વેતાને લઈ ભાવુક થયા સદીના મહાનાયક, કરી દીધી દિલને સ્પર્શ કરનાર વાત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!