GSTV

આમિર ખાનના ભાણિયા ઇમરાન ખાને છોડી દીધી એક્ટિંગ, બેસ્ટ ફ્રેન્ડે કર્યો આ મોટો ખુલાસો

ઇમરાન

એક્ટર આમિર ખાનના ભાણિયા અને ડેલી બેલી જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલા ઇમરાન ખાને એક્ટિંગ છોડવાનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી મોટા પડદાથી દૂર રહેલા ઇમરાન ખાને હવે એક્ટિંગને અલવિદા કહી દીધું છે. ઇમરાનના નજીકના મિત્ર અને એક્ટર અક્ષય ઓબેરોયે એક ઇન્ટરવ્યુમાં આ અંગે જણાવ્યુ છે. તેણ જણાવ્યા અનુસાર ઇમરાન ખાને હવે એક્ટિંગ ન કરવાનો નિર્ણય લીધો છે.

અક્ષયે જણાવ્યું કે, મારો બેસ્ટ ફ્રેન્ડ ઇમરાન ખાન હવે એક્ટર નથી રહ્યો. તેણે એક્ટિંગ છોડી દીધી છે. તે મારો સૌથી નજીકનો મિત્ર છે. હું તેને સવારે ચાર વાગે પણ ફોન કરી શકુ છુ. અમે એકબીજાને 18 વર્ષથી ઓળખીએ છીએ.

શું છે ઇમરાનનો ફ્યૂચર પ્લાન

સાથે જ એક્ટિંગ બાદ ઇમરાનનો ફ્યૂચર પ્લાન શું છે, આ સવાલ પર અક્ષયે કોઇ સ્પષ્ટ જવાબ ન આપ્યો, પરંતુ તેને પૂરી આશા છે કે ઇમરાન હવે એક્ટિંગ છોડી ડાયરેક્શનની દુનિયામાં એન્ટ્રી લઇ શકે છે.

અક્ષયે જણાવ્યા અનુસાર, ઇમરાન ખાનને સિનેમાની સારી સમજ છે, તેવામાં તે પોતે જ કોઇ ફિલ્મ ડાયરેક્ટ કરી શકે છે. પરંતુ હાલ ઇમરાન લાઇમલાઇટથી દૂર રહેવાનો છે.

ઇમરાન

સાથે જ અક્ષય પણ માને છે કે ફ્લોપ ફિલ્મો બધાના કરિયરનો હિસ્સો હોય છે. ઇમરાન ખાને પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. ઘણી ફિલ્મો ચાલી તો કોઇ દર્શકોનુ દિલ ન જીતી શકી. તેવામાં અક્ષય તેને ઇમરાનની અસફળતા રૂપે નથી જોતો.

ઇમરાનની ફિલ્મી કરિયરની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ કટ્ટી બટ્ટીમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં તેણે કંગના રનૌત સાથે કામ કર્યુ હતુ. આ ઉપરાંત ઇમરાને જાને તુ યા જાને ના, કિડનેપ, લક, આઇ હેટ લવ સ્ટોરી જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. એક્ટરને ફિલ્મ ડેલી બેલીમાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

ઇમરાને બાળ કલાકાર તરીકે આમીર ખાનની ફિલ્મ કયામત સે કયામત તક અને જો જીતા વહી સિકંદરમાં કામ કર્યુ હતુ. તે બાદ તેણે વર્ષ 2008માં ફિલ્મ ડેબ્યૂ કર્યુ અને 2015 સુધી સક્રિય રહ્યો.

Read Also

Related posts

કામના સમાચાર/ 1લી ડિસેમ્બરથી બદલાઈ રહ્યા છે આ નિયમ, જાણો તમારી જિંદગી પર શું પડશે અસર

Ankita Trada

નિયમો સામે પબ્લિકનો સામાજીક જુગાડ…!લગ્નમાં સંબંધ સાચવવા 100 લોકોના ચાર પ્રસંગ

pratik shah

પ્રખ્યાત દિવંગત સંગીતકાર વાજિદની પત્નીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, પરિવાર વિશે કહી આ મોટી વાત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!