પોતાની હિરોઇનના હાથ પર થૂકતો હતો આમિર ખાન, આવી હરકત બાદ આપતો હતો આવું લોજીક

આમિર ખાન સેટ પર હાજર લોકો સાથે મસ્તી-મજાક કરવા માટે જાણીતો છે. આમિર ઉપરાંત અનેક એવા એક્ટર્સ છે જે સેટ પર પ્રેન્ક કરવા માટે જાણીતા છે. પરંતુ આમીરના પ્રેન્ક કંઇક અલગ જ લેવલના છે. ઘણીવાર તો એક્ટરના પ્રેન્કના કારણે સેટ પર હાજર લોકો દંગ રહી જાય છે. એક દોરમાં આમિર પોતાની બેસ્ટ ફ્રેન્ડ રહેલી જૂહી ચાવલા સાથે પણ કંઇક આવુ જ કરતો હતો.

આમિરની એક હરકતથી જૂહી ચાલા એવી નારાજ થઇ કે તેમના સંબંધો પણ વણસી ગયા. હકીકતમાં ફિલ્મ ઇશ્ક દરમિયાન આમિરે જૂહીને કહ્યું હતું કે તે એસ્ટ્રોલોજી જાણે છે અને તે જૂહીનો હાથ જોવા લાગ્યો. જૂહીએ પોતાનો હાથ આપ્યો એવું તરત જ આમિર તેના હાથ પર થૂકવા લાગ્યો અને પછી ભાગી ગયો.

સમગ્ર ક્રૂ સામે જ્યારે જૂહી સાથે આવું થયું તો તે આ વાતથી ખૂબ જ નારાજ થઇ. જૂહી એટલી નારાજ થઇ કે તે બીજા જ દિવસે શૂટ પર ન આવી. જૂહીની નારાજગી જોઇને આમિરને પણ ઘણો ગુસ્સો આવ્યો. બંને વચ્ચે ઘણા વર્ષો સુધી વાતચીત ન થઇ. પરંતુ થોડા વર્ષો બાદ આમિર અને જૂહી વચ્ચે ફરીથી પેચઅપ થઇ ગયું.

18મા ફિલ્મ ફેસ્ટીવલમાં ‘જો જીતા વહી સિકંદર’ના રિયૂનિયન પર આમિરની આ આદત વિશે ચર્ચા થઇ. આ દરમિયાન ફરાહ ખાને જણાવ્યું કે, આમિર શરૂઆતમાં પોતાની ફિલ્મની હિરોઇનના હાથ પર થૂકતો હતો. તે કહેતો કે લાવ હું તમારો હાથ જોઉ ને તેના સેટ પર હાજર એક્ટ્રેસ હાથ આગળ કરતી તો તે તેના હાથ પર થૂકી દેતો.

ત્યારે આમિરે હસતા કહ્યું હતું કે, મે જે હિરોઇનના હાથ પર થૂક્યુ છે તે નંબર વન બની ગઇ છે. આ સાંભળને ત્યાં હાજર પૂજા બેદીએ મજાકમાં કહ્યું કે, જો આવું હોય તો હું મારી દિકરી પૂજાને કહીશ કે તે તને જરૂર મળે કારણ કે આમિરે તારા હાથ પર તૂકવાની જરૂર છે.

જણાવી દઇએ કે આ રિયૂનિયનમાં આયશા ઝુલ્કા,માનિક સિંહ, દીપક તિજોરી જેવા સ્ટાર્સ પહોંચ્યા હતાં.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter