GSTV
Bollywood Entertainment Trending

આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી

બોલીવૂડની હાલત હાલ કફોળી જેવી થઇ ગઇ છે, વિરોધોના વંટોળ વચ્ચે બોલીવૂડની દરેક ત્રીજી ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે. બોલીવૂડની ફિલ્મને ટ્વીટર પર કોઇને કોઇ વાતને લઇને બાયકોટ ટ્રેંડ થવા લાગે છે. ત્યારે આ શુક્રવારે રિલીઝ થયેલી આમિર ખાનની લાલ સિંહ ચડ્ઢાને લઇને પણ કંઇક આવુ જ થયુ છે. 

આમિર

એક્ટરે હોલીવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પ ખરીદવા માટે ઘણી મહેનત કરી હતી. ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાને ઘણો સમય આપીને બનાવવામાં આવી છે. પરંતૂ આ ફિલ્મ 5 દિવસમાં માત્ર 48 કરોડ રૂપિયાની કમાણી કરી શકી છે.

એક રિપોર્ટ પ્રમાણે આમિર ખાન અને તેમની એક્સ વાઇફ કિરણ રાવના એક મિત્રએ આ માહિતી આપી હતી.  આમિર ખાન આ ફિલ્મમાં સારૂ પ્રદર્શન ન કરી શકવાને કારણે શૉકમાં છે. વધુમાં એક્ટરે ડિસ્ટ્રીબ્યુશનના પૈસા પાછા આપવાનો નિર્ણય કર્યો છે.

આમિર

બોક્સ ઓફિસ કલેક્શન

  • ગુરુવાર 11.7 કરોડ
  • શુક્રવાર 7.26 કરોડ
  • શનિવાર 9 કરોડ 
  • રવિવાર  10 કરોડ 
  • સોમવાર 8થી 9 કરોડ 

આ સિવાય મિસ્ટર પરફેક્શનનિસ્ટે આ ફિલ્મની અસફળતાની પૂરી જવાબદારી પણ પોતે લીધી છે. ફિલ્મ લાલ સિંહ ચડ્ઢામાં કરિના કપૂર,મોના સિંહ, નાગા ચૈતન્ય પણ લીડ રોલમાં છે.

READ ALSO:

Related posts

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu
GSTV