GSTV
Gujarat Government Advertisement

Big News: બોલીવુડમાં કોરોનાનો કાળો કેર, હવે આમિર ખાન સંક્રમિત, થયો હોમ ક્વોરન્ટાઇન

આમિર

Last Updated on March 24, 2021 by Bansari

દેશમાં ફરી એક વખત કોરોના વાયરસના દરદીઓ વધી રહ્યા છે. બોલીવૂડમાં પણ રોજ કોરોનાના નવા કેસ આવી રહ્યા છે. તારા સુતારિયા, રણબીર કપૂર, મનોજ બાજપેયી, સંજય લીલા ભણશાલી તેમજ અન્યો કોરોનાના સપાટામાં આવી ગયા છે. હવે આ યાદીમાં વધુ એક નામ પણ ઉમેરાયું છે.

બોલિવૂડના દિગ્ગજ દિગ્ગજ આમિર ખાનના ચાહકોની યાદી ઘણી લાંબી છે. ચાહકો આતુરતાથી આમિરની ફિલ્મોની રાહ જુએ છે. અભિનેતા આજકાલ તેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના કારણે ચર્ચામાં છે. પરંતુ હવે આમિર વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે, જે ચાહકોને ચોંકાવી દેશે. એક રિપોર્ટ મુજબ આમિર ખાન કોરોનાનો શિકાર બની ગયો છે અને તે હાલ હોમ ક્વોરન્ટાઇન છે.

ચાહકો લાંબા સમયથી મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનને સ્ક્રીન પર જોવા માટે ઉત્સુક છે. ઠગ્સ ઑફ હિંદુસ્તાન બાદથી ચાહકોને આમિર પડદા પર જોવા નથી મળ્યા. આવી સ્થિતિમાં અભિનેતાનું એક ગીત તાજેતરમાં રિલીઝ થયું છે, જેને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

આમિર

આમિર કોરોના પોઝિટિવ

એક રિપોર્ટ મુજબ આમિર ખાન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આમિરે કોરોના ટેસ્ટ કરાવ્યો છે, જે પોઝિટિવ આવ્યા બાદ તે હોમ ક્વોરન્ટાઇન થઇ ગયો છે. આમિર કોરોના પોઝિટિવ હોવાને કારણે તેનું કામ પણ અટકી ગયું છે. તે સંપૂર્ણ સ્વસ્થ થયા પછી, તે ફરીથી લાલ સિંહ ચઢ્ઢા માટે શૂટિંગ શરૂ કરશે.

આમિર ખાને સોશિયલ મીડિયાને કહ્યું અલવિદા

આમિર ખાને રવિવારે પોતાનો ૫૬મો જન્મદિવસ ઊજવ્યો હતો. તેના બીજા દિવસે એટલે કે સોમવારે તેણે સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધું છે. તેણે પોતાના પ્રશંસકોને જન્મદિવસની શુભેચ્છા માટે આભાર દર્શાવાની સાથે સોશિયલ મીડિયાને અલવિદા કહીને અન્ય એક માધ્યમ દ્વારા જોડાવાની ખાતરી આપી છે.

આમિર

આમિરે પોતાની પોસ્ટમા લખ્યું છે કે, મિત્રો મારા, જન્મદિવસની શુભેચ્છા આપી તમે મને તમારો આભારી બનાવ્યો છે. મારું દિલ ભરાઇ આવ્યું છે. મારે અન્ય એક વાત કહેવી છે કે, સોશિયલ મીડિયા પર મારી આ આખરી પોસ્ટ હશેય આમ પણ વધુ એકટિવ તો છું નહીં. મેં આ દેખાડો બંધ કરવાનો નિર્ણય લીધો છે. આપણે પહેલાની જેમ જ મારા પ્રોડકશનની સત્તાવાર ચેનલ એકેપી દ્વારા જોડાયેલા રહેશું. ત્યાંથી જ તમને મારી આવનારી ફિલ્મના અપડેટ મળશે.

આમિર હાલ પોતાની આવનારી ફિલ્મ લાલસિંહ ચડ્ડાને પુરી કરવા માટે કમર કસી રહ્યો છે. આ ફિલ્મને આ વરસની નાતાલના રિલીઝ કરવાની યોજના છે.

ઉલ્લેખનીય છે કે, આમિરે ટ્વીટર અને ફેસબુક ૨૦૦૯માં જોઇન્ટ કર્યું હતું. જ્યારે માર્ચ ૨૦૧૮માં તેણે ઇન્સ્ટાગ્રામ પર આવવાનું શરૂ કર્યું હતું. હાલ આમિરે પોતાના ચાર કરોડ પ્રશંસકો સાથેનો નાતો સોશિયલ મીડિયાથી કાપી નાખ્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!