GSTV
Bollywood Entertainment Trending

ફિલ્મ નહીં ચાલે તો આમિર ખાન તૂટી જશે, બહુ મહેનત કરી છે : આ ચેટ શોમાં કર્યો સ્વીકાર

કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ‘ (Koffee With Karan)આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. આ શો વિશે દરરોજ કોઈને કોઈ સમાચાર સામે આવી રહ્યા છે. ‘કોફી વિથ કરણ’ ના અપકમિંગ એપિસોડમાં આમિર ખાન અને કરીના કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’ના પ્રમોશન માટે પહોચ્યા હતા. તમને જણાવી દઈએ કે, મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન, કરીના કપૂર અને નાગા ચૈતન્ય સ્ટારર આ ફિલ્મ રક્ષાબંધનના દિવસે રિલીઝ થશે. આમિર ખાનની આ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશિયલ હિન્દી રિમેક છે.

કરણ જોહરના શોમાં આમિર ખાને આ વાતનો સ્વીકાર કર્યો છે કે તેઓ ‘લાલ સિંહ ચડ્ડા’ માટે ખૂબ જ ગંભીર છે. ‘કોફી વિથ કરણ’માં આમિર ખાને જણાવ્યું હતું કે, ‘લાલ સિંહ ચડ્ડા’નો જન્મ 14 વર્ષ પહેલા થયો હતો. અતુલ કુલકર્ણીએ 2 અઠવાડિયામાં પટકથા લખી હતી અને 2 વર્ષ સુધી ટાળ્યા બાદ આખરે તેમણે વાર્તા સાંભળી હતી અને તેમને પસંદ આવી હતી. આમિર ખાને જણાવ્યું હતું કે, આ ફિલ્મને બનાવવાના રાઈટ્સ મેળવવા માટે તેમને 8-9 મહિનાનો સમય લાગ્યો હતો. ફિલ્મ નહીં ચાલે તો આમિર ખાન તૂટી જશે

‘કોફી વિથ કરણ’માં આમિર ખાને ખુલાસો કર્યો હતો કે, તેઓ ‘લાલ સિંહ ચડ્ડા’ માટે જેટલા એક્સાઈટેડ છે, તેટલા જ નર્વસ પણ છે. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મ માટે બધાએ ખૂબ જ મહેનત કરી છે. જો દર્શકોને આ ફિલ્મ પસંદ નહી આવે તો મારૂ દિલ તૂટી જશે.

લાલ સિંહ ચડ્ડાનો વિરોધ થઈ રહ્યો છે

છેલ્લા કેટલાક દિવસોથી આમિર ખાન અને નાગા ચૈતન્યની આ ફિલ્મનો સોશિયલ મીડિયા ઉપર જોરદાર વિરોધ થઈ રહ્યો છે. આ ફિલ્મ માટે ટ્વિટર ઉપર પણ બોયકોટ ટ્રેન્ડ ચલાવવામાં આવી રહ્યો છે. આમિર ખાન સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલા આ વિરોધથી ખૂબ જ ચિંતિત છે. હાલમાં તેમણે દર્શકોને ફિલ્મને બોયકોટ ન કરવાની અપીલ કરી હતી.

Related posts

સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST

GSTV Web Desk

BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત

Hardik Hingu

RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે

Hardik Hingu
GSTV