GSTV
Gujarat Government Advertisement

આ દિવસોમાં બોલિવૂડ અભિનેતા આમિર ખાન દહેરાદૂનમાં ક્રિકેટ રમી રહ્યો છે

Last Updated on December 14, 2020 by Mansi Patel

બોલિવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પોતાના અંગત પ્રવાસ પર દહેરાદૂન પહોંચ્યો છે. એમ કહેવાય છે કે તે શનિવારે દહેરાદૂન આવ્યો હતો અને સોમવાર સુધી દહેરાદૂનમાં જ રોકાવાનો છે. તે દહેરાદૂનના જાખાનમાં તેના નજીકના સંબંધીઓને મળવા આવ્યો છે. તે આ દરમિયાન કોઈ બાહ્ય વ્યક્તિને મળી રહ્યો નથી. જોકે રવિવારે તેના સબંધીઓના ઘરના નજીકના રસ્તા પર નીકળી ગયો હતો અને ત્યાં ક્રિકેટ રમતા બાળકો સાથે થોડો સમય ક્રિકેટ રમ્યો હતો.

બાળકો આમિરને તેમની સાથે જોઈને અત્યંત ખુશ થયા હતા અને થોડા જ સમયમાં અન્ય લોકો પણ આમિરનો ઓટોગ્રાફ લેવા માટે આવવા લાગ્યા. ઉત્તરાખંડમાં  ફિલ્મોના સ્થાનિક લાઇન નિર્માતા સુમિત અદલખાએ જાખાન જઈને લગભગ અડધો કલાક આમિર સાથે મુલાકાત કરી હતી. આ વાતચીતમાં તેમણે ઉત્તરાખંડની સુંદરતાના વખાણ કર્યા હતા. આમિર અગાઉ 2008માં મસૂરીના લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય વહીવટી એકેડેમીમાં તાલીમાર્થી આઇ.એ.એસ.ને પ્રવચનો આપવા આવ્યો હતો.

તે દરમિયાન તેણે ત્યાંની ફિલ્મોમાં ઉભા થતા સામાજિક મુદ્દાઓ પર પણ વાત કરી હતી. ત્યારબાદ તેણે ત્યાંના તાલીમાર્થી આઈ.એ.એસ. સાથે બેન્ડમિન્ટન રમીને પોતાના રમવાનો શોખ ઉજાગર કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકો સાથેની વાતચીત દરમિયાન આમિરે ઉત્તરાખંડ સરકાર દ્વારા ફિલ્મો અંગે બનાવેલી નીતિની પ્રશંસા કરી હતી અને પોતાની ફિલ્મની શૂટિંગ ઉત્તરાખંડમાં કરવા માટે રસ દાખવ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!