GSTV

Video: આમિર ખાને બાળકી પાસે કરાવી મજૂરી, ભડકેલા ફેન્સ બોલ્યા ‘થોડી તો શરમ કરો’

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાન સોશ્યલ મિડિયા પર ચાહકોની નારાજગીનો શિકાર બન્યો હતો. એને ઘણા લોકોએ ટ્રોલ કર્યો હતો.બન્યું એવું કે આમિરે સોશ્યલ મિડિયા પર એક વિડિયો ક્લીપ મૂકી હતી. એનો હેતુ સારો હતો પરંતુ એક ક્લીપ એવી આવી ગઇ કે આમિર ખાન ખૂબ જ ટ્રોલ થયો.

આ ક્લીપમાં પાંચ છ વર્ષની એક બાળકી કોદાળી વડે જમીન ખોદી રહી છે અને આમિર જમીનમાંથી બહાર આવતી માટી ખસેડી રહ્યો છે એવું દ્રશ્ય છે. આ ક્લીપ સોશ્યલ મિડિયા પર રજૂ થતાંની સાથે દેકારો બોલી ગયો. મોટા ભાગના લોકોએ આમિરની ઝાટકણી કાઢી કે એક કોમળ ફૂલ જેવી બાળકી પાસે તું મજૂરી કરાવી રહ્યો છે ? તું જાતે ખોદીને એ બાળકી માટી ખસેડે એવું કેમ કરતો નથી ? 

લાલ ફ્રોક પહેરેલી આ બાળકી ખોદી રહી છે એ વાત પર લોકો નારાજ થયા હતા અને આમિરની રીતસર ઝાટકણી કાઢી હતી. આજકાલ આમિર કોઇ ફિલ્મ કરી રહ્યો નથી પરંતુ મહારાષ્ટ્રના પાણીની અછતવાળા વિસ્તારોમાં રાહત કાર્ય કરી રહ્યો છે. પોતે સ્થાપેલા પાણી ફાઉન્ડેશન દ્વારા એ સામાજિક કાર્ય કરી રહ્યો છે.

Read Also

Related posts

આ દેશે ‘Corona વાયરસ’ શબ્દ પર મૂક્યો પ્રતિબંધ, માસ્ક પણ નહીં પહેરી શકે લોકો!

Bansari

અમેરિકાને કોરોના યુદ્ધ સામે જીતવા બિલ ગેટ્સે આપી સલાહ, આ વસ્તુઓ પર રાખે ખાસ ધ્યાન

Ankita Trada

Lockdownમાં નકલી ડોક્ટર બનીને આરામથી ફરી રહ્યો હતો યુવક, પોલીસે પક્યો અને પછી જે હાલ થયા…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!