GSTV
Gujarat Government Advertisement

જ્યારે આમિર ખાનના વર્તનથી ભડકેલી માધુરી તેને હોકી લઈને મારવા દોડી હતી

માધુરી

Last Updated on May 15, 2020 by Arohi

મુંબઈ. બોલિવૂડની ધક ધક ગર્લસ માધુરી દિક્ષિત 53 વર્ષની થઈ ગઈ છે. 1967ની 15મી મેએ જન્મેલી માધુરીએ અબોધ ફિલ્મથી પોતાની કરિયર શરૂ કરી હતી. જોકે 1988માં તેજાબથી તે લોકપ્રિય બની અને 1990માં દિલ ફિલ્મથી તે સુપર સ્ટાર બની ગઈ હતી. દિલ મૂવીમાં માધુરી સાથે આમિર ખાન હતો અને તેના શૂટિંગ વખતે એક એવી ઘટના બની જેનાથી માધુરી કોપાયમાન થઈ ગઈ હતી.

ખંભે જેસી ખડી હૈ ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું…

ખંભે જેસી ખડી હૈ ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ વખતે આમિરે માધુરીને કહ્યું કે તે હસ્તરેખા જોવામાં નિષ્ણાત છે. માધુરીએ  તો પોતાના હાથ આપી દીધો અને પોતાના ભવિષ્ય અંગે પૂછવા લાગી. આમિર ખાને જવાબ આપવાને બદલે તેના હાથ પર થૂક્યો અને ગુસ્સે ભરાયેલી માધુરી હોકી સ્ટિક લઈને તેને મારવા દોડી.

આમિર અને જૂહી ચાવલા વચ્ચે બની આવી જ ઘટના

આવી જ ઘટના ઇશ્કના શૂટિંગ દરમિયાન આમિર અને જૂહી ચાવલા વચ્ચે બની હતી. એ વખતેપણ આમિરે હસ્તરેખા જોવાનું કહ્યું અને તે જૂહીના હાથ પર થૂક્યો હતો. જૂહી ચાવલા ગુસ્સે ભરાઈ અને ત્યારે જ તેણે નક્કી કરી લીધું કે ભવિષ્યમાં ક્યારેય આમિર ખાન સાથે ફિલ્મ નહીં કરે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta

રાજકારણ / 15 દિવસમાં ત્રીજી વખત શરદ પવારને મળ્યા પ્રશાંત કિશોર, 1 કલાક લાંબી ચાલી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!