GSTV
Home » News » શાહરુખ પાસેથી આમિરે છીનવ્યો તેનો ડ્રીમ રોલ, રિલાયન્સ પણ કરશે રોકાણ

શાહરુખ પાસેથી આમિરે છીનવ્યો તેનો ડ્રીમ રોલ, રિલાયન્સ પણ કરશે રોકાણ

ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાનના ફ્લોપ ગયા બાદ અભિનેતા આમિર ખાન હવે અંબાણીના મેગા પ્રોજેક્ટમાં જોડાયો છે. બોલિવૂડના કિંગ ખાન શાહરૂખને જ્યારે એક શો દરમિયાન પૂછવામાં આવ્યુ કે તેનો ડ્રીમ રોલ શું છે તો તેણે જણાવ્યું કે તે મહાભારતમાં કૃષ્ણનો રોલ કરવા માંગે છે, પરંતુ હવે એ રોલ આમિર ખાન કરતો હોવાથી તે નહી કરી શકે.

આમિર અને મહાનાયક અમિતાભની બહુ ચર્ચિત ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાન ફ્લોપ ગયા બાદ મિસ્ટર પરફેક્ટનિશ ગણતો આમિર પોતાના ડ્રીમ પ્રોજેક્ટ મહાભારત પર કામ કરી રહ્યો છે. બહુ મોટા બજેટની ગણાઇ રહેલી આ ફિલ્મમાં મુકેશ અંબાણી પણ રોકાણ કરશે. આ મહાભારતમાં આમિર ખાન કૃષ્ણનું પાત્ર ભજવશે તેવી વાત હાલ મળી રહી છે.

મુકેશ અંબાણીએ આ પ્રોજેક્ટ પર રોકાણ કરનાર છે. જો કે, હજુ સુધી અંબાણીએ આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. આ બધી વાતોની વચ્ચે કેદારનાથના ડાયરેક્ટર અભિષેક કપૂરે ખુલાસો કર્યો છે કે તેઓ પણ મહાભારત બનાવવાની તૈયારીમાં લાગેલા છે. તેમણે જણાવ્યું છે કે તેઓ મહાભારતની કહાનીને પર્દા પર ઉતારવા માંગે છે. તેમના આ પ્રોજેક્ટને અમેરીકાનો ડીઝની સ્ટુડીયો પ્રોડ્યુસ કરે તેવી શક્યતા છે. પરંતુ આ સ્ટુડિયોએ ગયા વર્ષે જ તેનો કારોબાર ભારતમાંથી સમેટી લીધો છે, જેના લીધે આ ફિલ્મ હાલ અટકેલી છે.

અભિષેક કપૂર આ ફિલ્મ બે ભાગમાં બનાવશે. જેમાં પહેલા ભાગમાં પાંડવો જુગારમાં હારીને વનમાં જાય છે તે વાત હશે અને બીજો ભાગ મહાભારતના યુદ્ધ પર કેન્દ્રીત હશે. હાલ આ સ્ક્રિપ્ટ પર કામ શરુ છે.

READ ALSO

Related posts

વિરાટ કોહલીની RCBમાં સામેલ થઇ આ મહિલા, IPLમાં પહેલીવાર થયો આવો ઐતિહાસિક બદલાવ

Bansari

આ Appના કારણે ધડાધડ ઉતરે છે તમારા ફોનની બેટરી, ડિસ્પ્લેને પણ છે ખતરો

Bansari

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!