GSTV
Gujarat Government Advertisement

આમિરના વાળ થયા સફેદ, દીકરી ઇરા ખાને શેર કરી પિતાની નવી હેયર સ્ટાઇલ

Last Updated on June 22, 2020 by pratik shah

બોલિવૂડના એક્ટર આમિર ખાનનેમિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે. તે તેની ફિલ્મ હોય  કે રિયલ લાઇફ પણ હંમેશાં પરફેક્શન સાથે જ દેખાય છે. કોરોના વાયરસને કારણે લાગેલા લોકડાઉનમાં આમિર ખાન મોટા ભાગે પરિવાર સાથે જ ટાઇમ પાસ કરે છે. તે પણ શૂટિંગ શરૂ થવાની રાહ જોઈ રહ્યો છે.

આમિર ખાન જોવા મળ્યો નવા લુકમાં

આ દરમિયાન ફાધર્સ ડે નિમિત્તે આમિરની પુત્રી ઇરા ખાને એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં આમિર ખાન એક નવા લૂકમાં દેખાય છે. ઇરાએ આ ફોટો શેર કરીને લખ્યું છે કે હેપ્પી ફાધર્સ ડે, તમારો આભાર કેમ કે તમે તમારામાં રહો છો તો લાગો છો. આ ફોટોમાં આમિર ખાન ખુરશીમાં બેઠો છે અને ઇરા ખાન તેની પાછળ ઉભી છે.

યુઝર્સ આમિરનાનવા લૂક અંગે કરી રહ્યા છે કમેન્ટ્સ

આમિર ખાનના આ નવા લૂક અંગે ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે આમિર ખાન પિતાની માફક હવે ગ્રે હેરમાં જોવા મળે છે.  આ ફોટોમાં આમિર ખાનના વાળ સફેદ થઈ ગયા હોવાનું પણ વર્તાય છે. ફિલ્મોમાં આમિરની દિકરી બનતી ફાતીમા સના શેખ લખે છે વાહ ખૂબસુરત ફોટો છે. સાન્યા મલ્હોત્રાએ ઇમોજી બનાવી છે.

આમિર હાલ લાલસિંહ ચડ્ડા ફિલ્મની તૈયારીમાં

આમિર ખાન માર્ચ મહિનાથી જ ઘરમાં છે. તે સોશિયલ મીડિયા પર સક્રિય છે અને દરરોજ કાંઇકને કાંઇક પોસ્ટ કરે છે. આમિર ખાન અત્યારે લાલસિંહ ચડ્ડા ફિલ્મની તૈયારીમાં છે અને લોકડાઉન પૂરા થવાની રાહ જોઈ રહ્યો છે. તેની આ ફિલ્મમાં કરીના કપૂર પણ કામ કરી રહી છે.

View this post on Instagram

Sat Sri Akaal ji, myself Laal…Laal Singh Chaddha.?

A post shared by Aamir Khan (@_aamirkhan) on

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!