આમિર ખાન આજે તેમના 57મા જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે. આ અવસર પર આમિર ખાને પોતાના સંબંધો વિશે વાત કરી છે. આ સાથે તેમણે પોતાના અફેરની અફવાઓ પર પણ સ્પષ્ટતા આપી છે. આમિર ખાને જણાવ્યું કે, શા માટે તેના બંને લગ્ન તૂટી ગયા? અને શું તેના તૂટવા પાછળ કોઈ ત્રીજી વ્યક્તિનો હાથ હતો?

શું પ્રથમ લગ્ન કિરણના કારણે તૂટ્યા હતા?
આમિર ખાને સ્પષ્ટતા કરી છે કે, તેમના પ્રથમ લગ્ન કિરણ રાવના કારણે નહોતા તૂટ્યા. આમિર ખાને જણાવ્યું કે, રીના સાથે તેમનું તલાક થયું ત્યારે તેમના જીવનમાં કોઈ નહોતું. તેમણે એ પણ જણાવ્યું કે, તે વખતે તે કિરણ રાવને જાણતા હતા પરંતુ બંને વચ્ચે મિત્રતા ઘણા સમય બાદ થઈ હતી.
બીજા લગ્ન તૂટવા પાછળ કોનો હાથ?
હવે કિરણ રાવ સાથે તલાક બાદ આમિર ખાનનું નામ કોઈ અન્ય સાથે જોડવામાં આવી રહ્યું છે. અફવા છે કે, તેણે અભિનેત્રી ફાતિમા સના શેખ માટે પોતાનું 15 વર્ષનું લગ્નજીવન તોડી નાખ્યું છે. હવે આમિર ખાને આ અફવાને ફગાવી દીધી છે. આના પર આમિર ખાને કહ્યું કે, ના ‘તે સમયે મારા જીવનમાં કોઈ નહોતું અને આજે પણ કોઈ નથી’.
15 વર્ષ બાદ અલગ થયા આમિર અને કિરણ
જુલાઈ 2021માં આમિર ખાન અને કિરણ રાવે એક જોઈન્ટ નિવેદનમાં જાહેર કર્યું હતું કે તેઓ અલગ થઈ રહ્યા છે. બંનેએ જણાવ્યું હતું કે, ભલે હવે તેઓ પતિ-પત્ની ન રહે પરંતુ એકબીજાનું પરિવાર હંમેશા રહેશે. સ્ટેટમેન્ટમાં લખ્યું હતું કે, ‘આ સુંદર 15 વર્ષોમાં અમે જીવનભરનો અનુભવ, આનંદ અને હાસ્ય શેર કર્યું છે. અને અમારો સંબંધ પ્રેમ, આદર અને વિશ્વાસમાં આગળ વધ્યો છે. હવે અમે પતિ-પત્ની તરીકે નહીં પણ માતા-પિતા અને પરિવાર તરીકે અમારા જીવનનો નવો અધ્યાય શરૂ કરવા માંગીએ છીએ. અમે થોડા સમય પહેલા અલગ થવાની યોજના બનાવી હતી અને હવે અમે તેની સાથે આગળ વધી રહ્યા છીએ. અમે અલગ થયા પછી પણ એક પરિવારની જેમ સાથે રહીશું.
it was expected from the day of #Dangal shooting begin!
— Anonymous Human / ಅನಾಮದೇಯ ಮಾನವ/अनामदेयेय मानव: (@AnaamadeyaManav) July 3, 2021
all knows that amir khan next target is fatima sana shaik!
man is following his religion targeting 4 wives rule silently
yet nobody cares!! https://t.co/zZf5plWsZ3
ફાતિમા સાથે આમિરનું નામ વર્ષોથી જોડાયેલું છે
આમિરખાન અને કિરણ રાવના આ સ્ટેટમેન્ટ બાદ અફવાઓ શરૂ થઈ ગઈ હતી. એવું કહેવાય છે કે, આમિર ખાનનું અભિનેત્રી ફાતિમા સના શેખ સાથે અફેર છે. આ કારણે તેણે કિરણ સાથેના લગ્નનો અંત લાવી દીધો હતો. ફિલ્મ દંગલ બાદ આમિર અને ફાતિમાનું નામ જોડવામાં આવી રહ્યું છે. ફાતિમાએ પણ આ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, આવું કંઈ નથી. લોકો જાણ્યા વિના તેમના વિશે અફવાઓ શરૂ કરી દે છે જે તેમને ખરાબ લાગે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- જાદુ તો તમને અમેઠીની જનતાએ બતાવ્યો હતો, આવું કેમ બોલ્યા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની
- Health Tips/ ગાયનેકોલોજીસ્ટ પાસે જતા પહેલા જાણી લો આ બાબત, નહિ તો થઇ શકે છે પરેશાની
- Dell અને Zoom બાદ હવે eBay પણ લોકોને ‘છોડી’ દેશે, આટલા કર્મચારીઓનો રોજગાર છીનવાશે
- ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉનું નામ બદલાશે? ભાજપ સાંસદે પીએમ, અમિત શાહ અને સીએમ યોગીને લખ્યો પત્ર
- ચાઈનીઝ જાસૂસી બલૂને ભારતને પણ નિશાન બનાવ્યાનો દાવો, ધ વોશિંગ્ટન પોસ્ટનો ચોંકાવનારો અહેવાલ