GSTV
Bollywood Entertainment Trending

આમીર ખાનની લાડલીએ કરી લીધી સગાઇ! લિવ ઇનમાં રહ્યા બાદ BFએ પહેરાવી રિંગ તો ઇરાએ કર્યુ લિપલૉક

ઇરા

Aamir Khan Daughter Engagement: બોલિવૂડ એક્ટર આમિર ખાનની લાડલી ઈરા ખાન તેની પર્સનલ લાઇફ અને કોઝી પિક્ચર્સના કારણે ચર્ચામાં રહે છે. હવે ઇરાએ તેના બોયફ્રેન્ડ અને લિવ-ઈન પાર્ટનર નુપુર શિખર સાથે એન્ગેજમેન્ટ કરી લીધી છે. આ એન્ગેજમેન્ટનો એક વીડિયો ઈરા ખાને ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઇરા ખાન અને નુપુર શિખરે કરી લીધી એન્ગેજમેન્ટ

આમિર ખાનની દીકરીએ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સગાઈ કરી લીધી છે. ઈરાએ પોતે વીડિયો શેર કરીને પોતાની એન્ગેજમેન્ટની જાહેરાત કરી છે. વીડિયોમાં નૂપુર ઘૂંટણિયે બેસીને તેને પ્રપોઝ કરતો જોવા મળે છે. ઈરા અને નુપુરનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ઈરા નુપુરને વર્ષ 2020થી ડેટ કરી રહી છે. નૂપુર ફિટનેસ ટ્રેનર છે. બંનેની જોડી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

એન્ગેજમેન્ટનો રોમેન્ટિક વીડિયો વાયરલ

વીડિયોમાં જોઈ શકાય છે કે નૂપુરે ઈરાને એક શોમાં પ્રપોઝ કર્યું હતું. વીડિયોમાં તે ગર્લફ્રેન્ડ ઈરા તરફ ચાલી રહ્યો છે. નૂપુર ઈરાને રિંગ પહેરાવે છે. નૂપુરે ઘૂંટણ પર બેસીને ઈરાને પ્રપોઝ કર્યું. જે બાદ બંને ‘હા’ કહે છે. આ ખાસ ક્ષણને શેર કરતા ઇરાએ લખ્યું – ‘પોપાય – તેણે હા કહ્યું. ઇરા- હી હી મેં હા કહ્યું.

મળી રહ્યાં છે આવા રિએક્શન

નોંધપાત્ર વાત એ છે કે બોલિવૂડમાં પગ મૂક્યા વગર જ ઈરા ખાન સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે. સ્ટાર કિડ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે કનેક્ટેડ છે. ઇરા ખાનના આ ખાસ વીડિયો પર ફેન્સની સાથે ઘણા સેલેબ્સ પણ પ્રેમ વરસાવી રહ્યા છે. ઈરાની આ પોસ્ટ પર એક્ટ્રેસ ફાતિમા સના શેખે લખ્યું- આ મેં જોયેલી સૌથી ક્યૂટ વસ્તુ છે. ઉફ્ફ. નૂપુર શિખરે ખૂબ જ ફિલ્મી ઉફ્ફ. તે જ સમયે, સચિન તેંડુલકરની લાડલી સારા તેંડુલકરે લખ્યું – OMG મુબારક હો.

Read Also

Related posts

બુધવારના દિવસે કરવામાં આવેલી ભૂલ પડી શકે છે ભારે, આર્થિક મુશ્કેલીઓથી ઘેરાઈ જશે જીવન

Damini Patel

વ્યક્તિએ ઓનલાઇન શોપિંગ કરીને મંગાવ્યો ફોન, પેકેટ ખોલતા જ તેમાંથી નીકળ્યા બટાકા

Damini Patel

Health Tips/ આદુવાળી ચા પીવાના શોખીન છો? તો થઈ જાઓ સાવધાન! સ્વાસ્થ્યને થઈ શકે છે મોટાં નુકસાન

Hemal Vegda
GSTV