GSTV
Home » News » રિલીઝના 9 મહિના બાદ પણ ચાલુ છે આ ફિલ્મની કમાણી, બનાવ્યો રેકોર્ડ!

રિલીઝના 9 મહિના બાદ પણ ચાલુ છે આ ફિલ્મની કમાણી, બનાવ્યો રેકોર્ડ!

આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ રિલીઝ બાદથી જ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. સૂત્રો દ્વારા મળી રહેલી જાણકારી અનુસાર નિતેશ તિવારી નિર્દેશિત આ ફિલ્મ હોંગકોંગમાં સૌથી વધુ કમાણી કરનારી અત્યાર સુધીની પહેલી ભારતીય ફિલ્મ બની ગઇ છે. રિલીઝ બાદથખી જ ‘દંગલ’ અહીં 23.45 મિલિયન હોંગકોંગ ડોલર એટલે કે 20 કરોડ રૂપિયા કમાઇ ચુકી છે.

હોંગકોંગમાં રિલીઝના પહેલા વિકેન્ડમાં આ ફિલ્મે 5.2 મિલિયન ડોલરની કમાણી કરી હતી. આ ફિલ્મ અહીં 24 ઓગસ્ટે રિલીઝ થઇ હતી. વર્લ્ડવાઇડ આ ફિલ્મે અત્યાર સુધી લગભગ 300 મિલિયન ડોલરની કમાણી કરી ચુકી છે.

ભારતમાં આ ફિલ્મ ડિસેમ્બર 2016માં રિલીઝ થઈ હતી. મહત્વપૂર્ણ છે કે આ ફિલ્મ હજુ પણ કમાણીના નવા રેકોર્ડ સર્જી રહી છે. ચીનમાં આ ફિલ્મે અત્યાર સુધીમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મનો રેકોર્ડ બનાવી ચુકી છે. હવે તે હોંગકોંગમાં ધમાલ મચાવી રહી છે. આ પહેલા આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ્સે હોંગકોંગમાં 23.41 મિલિયન હોંગકોંગ ડોલરની કમાણી કરી હતી.

Related posts

એકતા કપૂરની વેબ સિરીઝના શૂટિંગ દરમ્યાન થયો હુમલો, માહિ ગીલને મેદાનમાં દોડાવી

Mayur

ઋતિક રોશન મુસ્લિમ યુવકના કારણે બહેન સુનયનાની કરે છે મારપીટ!

Bansari

તૈમૂરને લંડનમાં મૂકી 12 કલાક માટે મુંબઈ આવી કરીના, જાણો ખાસ કારણ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!