GSTV
Home » News » સ્વાઈન ફ્લૂને કારણે આમિરના એક બોલ પર મદદે પહોંચી ગયો શાહરૂખ

સ્વાઈન ફ્લૂને કારણે આમિરના એક બોલ પર મદદે પહોંચી ગયો શાહરૂખ

બોલિવુડ એક્ટર શાહરૂખ ખાને સત્યમેવ જયતે વૉટર કપ કાર્યક્રમમાં શામેલ થવાની તક આપવા માટે એક્ટર આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમ પાની ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. સ્વાઇન ફ્લૂથી પીડિત હોવાને કારણે આમિર અને તેની પત્ની કિરણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા. તેમણે Skype દ્વારા આ કાર્યક્રમનું સંબોધન કર્યુ હતુ અને જણાવ્યુ હતુ કે તેઓ પોતાની બિમારીને કારણે આ કાર્યક્રમમાં શામેલ થયા ન થઇ શક્યા અને તેમને પોતાની જગ્યાએ શાહરૂખને જવા માટે કહ્યુ હતુ અને શાહરૂખ ખાન આમિરને એક આમંત્રણ જ કાર્યક્રમમાં આવવા તૈયાર થઇ ગયો હતો.

આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવને સ્વાઇન ફ્લૂ, તમામ કાર્યક્રમ રદ્દ કરાયા

આમિરે જણાવ્યુ કે, ”આજે આ કાર્યક્રમમાં ભાગ લેવાનો હતો ત્યારે અમે સ્વાઇન ફ્લૂ જેવી બીમારીથી પીડિત થઇ ગયા. આ બીમારીમાં જો અમે તમારી વચ્ચે આવતા તો આ વાયરલ લોકોમાં ફેલાતો. હવે આગામી સપ્તાહ સુધી અમારે ઘરમાં બંધ રહેવું પડશે જેથી આ બીમારી કોઇ બીજાને ન થાય. આ ખાસ પ્રસંગે અમે તમારી સામે નથી, એટલે જ મેં મારા મિત્ર શાહરૂખ ખાને રિક્વેસ્ટ કરીને મારી જગ્યાએ આવીને લોકોની સાથે મળવા કહ્યુ. શાહરૂખના તરત જ માની ગયો, જ્યારે તમે શાહરૂખને જોવો છો ત્યારે તમે મને ઇમેજિન કરજો.”

શાહરૂખ ખાને કહ્યુ કે, ”મને આમિરે દુષ્કાળ મુક્ત યોજના અને પોતાના આ કામ વિષે જણાવ્યું હતુ. મને આમિરે ફોન કરીને કહ્યું કે, પુનામાં આ પ્રોગ્રામમાં જઈને જરા સંભાળી લેજો, પણ અહીંયા તો તમને જોઈને હું પોતાને સંભાળવાની કળા શીખીને જઈશ. આમિર અને કિરણ સહિત પાની ફાઉન્ડેશન જેની પૂટી ટીમે દરેક તાલુકાને સાથે મળીને દુષ્કાળ મુક્ત બનાવવાનો વિચાર કર્યો, પરંતુ આ વિચાર તમારી મહેનતથી આગળ વધ્યો. મેં આ વાત શીખી કે, વિચારથી પણ મોટી વસ્તુ છે મહેનત. તે માટે તમારા દરેક લોકોનો આભાર અને બીજી વાત એ સીખી કે ખેડૂત ભાઇ-બહેન ખૂબ જ મહેનત કરી રહ્યા છે. રિયલ હીરો તમે છો. ખેતીમાં કરવામાં આવેલી મહેતનો ફળ વરસાદ ન હોવાને કારણે મળતુ નથી, પરંતુ તમે સાબિત કરી બતાવ્યુ છે કે તમે પાણી ઉપજાવાની તાકાત રાખો છો. ત્રીજી વાત મેં એ શીખી કે, એકતાથી મોટી શક્તિ બીજી કોઇ નથી.”

આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નીતા અંબાણી પણ હાજર હતા.

Related posts

‘તમારા ઘરમાં અનેક આત્મા રહે છે વિધિ નહીં કરાવો તો સત્યાનાશ થઈ જશે’ કહી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું

Mayur

આ એક્ટ્રેસને આ રીતે કમર હલાવવાના મળશે 3 કરોડ રૂપિયા, વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો

Mayur

સાઉથની આ પાંચ અભિનેત્રીઓ છે અત્યંત ખૂબસૂરત, બોલિવુડમા છે તેમની ચર્ચા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!