FILM REVIEW : ઠગ્સ ઓફ હિન્દોસ્તાન કરતા મનોજ કુમારની ક્રાંતિ ફિલ્મ બે વખત જોઇ લેવી…

જ્યારે કોઇ ફિલ્મમાં સદીના મહાનાયકઅમિતાભ બચ્ચન અને મિસ્ટર પરફેક્ટનિશ્ટ આમિર ખાન હોય ત્યારે ફિલ્મ જોવાની ઇચ્છા ડબલથઇ જાય છે. આવો કમ્પલિટ એક્ટિંગનો જ્વાળામુખી દર્શકોને ક્યાં જોવા મળવાનો? આમ તો દરેક દિવાળી પર બે ફિલ્મો રિલીઝ થાય છે, જેમનાક્લેશના કારણે અડધી અડધી સ્ક્રિન વેચાઇ જતી હોય છે, પણ આ વખતે એવું બિલ્કુલ નથી.આમિર ખાનની ઠગ્સ ઓફ હિન્દોસ્તાન દુનિયાભરની 7000 સ્ક્રિન પર રિલીઝ કરાઇ છે. એટલેકમાણીની દ્રષ્ટિએ ક્યાંક ફાયદો થવાનો અણસાર છે, પણ ફિલ્મની લંબાતી સ્ટોરી ઉપરથીકહી શકો કે ઠંગધડા વિનાની વાર્તાને કારણે ફિલ્મ ઉંઘેમાથ પછડાઇ છે.

ફિલ્મના ટ્રેલરથી તો એ વાત સાફ સામેઆવે છે કે ફિલ્મ આઝાદીના સમયની વાત કહે છે. જેમાં બતાવ્યું છે કે કેવી રીતેઅંગ્રેજો અને ઠગો વચ્ચે આઝાદી માટે યુદ્ધ જામેલું. ઓલરેડી ફિલ્મનું ટ્રેલર જોતાકર્મા અને પાયરેટ્સ ઓફ ધ કેરેબિયનની યાદ આવ્યા વિના નથી રહેતી. પણ ફિલ્મનો જીવ છેફિરંગીનું કિરદાર એટલે કે આમિર ખાન જે છેલ્લે સુધી ફિલ્મને મરવા નથી દેતો. બાકીફિલ્મ અધવચ્ચે ઘણી જગ્યાએ બે ભાન થઇ જાય છે અને દર્શકોને પણ બેભાન કરી નાખે છે.

કેટરિનાના ભાગે આમિર ખાનની ફિલ્મમાંકંઇ કામ નથી હોતું, તે ફરી એકવાર સાબિત થયું છે. ધૂમ-3ની જેમ અહીં પણ કેટરિનામાત્ર નાચગાના કરવા પૂરતી છે, તો અવેન્જર્સના હોકઆઇની માફક ફાતિમા સાના શેખ માત્રતીર ઉડાવે છે. જોકે અમિતાભને આ ઉંમરે પણ એક્શન કરતા જોવા એ એક લ્હાવો છે.

ફિલ્મની વાર્તા બદલાની આગથી શરૂ થાયછે. જ્યારે અંગ્રેજો ભારત પર કબ્જો જમાવવાના હોય છે. બેરહેમીથી અંગ્રેજો રાજાનીસંતાનોને મારી તેમની મિલકત અને તેમના શાસનને ખત્મ કરી નાખે છે. ફિલ્મની કહાની શરૂથાય છે (ફાતિમા સાના શેખથી) પિતાની હત્યા થઇ જાય છે. આ સમયે અંગ્રેજ ઝફીરાની સામેજ તેના માતા-પિતા અને ભાઇની હત્યા કરી નાખે છે. ઝફીરાની હત્યા કરવા જઇ રહેલાઅંગ્રેજની સામે ખુદાબખ્શ જહાજી (અમિતાભ બચ્ચન) તેને બચાવી લે છે. અને ખુદ તેનુંપાલનપોષણ કરે છે.

જે પછી ફિરંગી એટલે કે આમિર ખાનનીફિલ્મમાં એન્ટ્રી થાય છે. વાર્તાની મહત્વતા આ એકમાત્ર પાત્ર દર્શાવે છે. તે દગાખોરપણ છે અને ઠગ પણ છે. જે બંન્ને તરફથી ઢોલકી વગાડે છે.

અંગ્રેજો આઝાદને પકડવા માગે છે, પણ તેનોટબંધીમાં રૂપિયા ઉપાડવા જવા જેવું મુશ્કેલ કામ છે. આ સમયે ફિરંગી પણ તેની મદદમાટે તૈયાર થઇ જાય છે. ઝફીરાનો વિશ્વાસ જીતી લે છે. અને ફિલ્મમાં ફિરંગીની ફિતરત,દગાબાજી, વિશ્વાસ વચ્ચેની લડાઇ શરૂ થાય છે. અદ્દલ સાસ બહુ ટાઇપ ડ્રામા કહી શકો.

ફિલ્મનું ડિરેક્શન વિજયકૃષ્ણનન આચાર્યએ કર્યું છે. ફિલ્મની સ્ટારકાસ્ટ જેટલી મોટી છે તેટલી ફિલ્મ લાર્જરનથી બનતી. આમ તો ફિલ્મમાં આમિર ખાન છે, પરંતુ ફિલ્મની સ્ટોરીના કારણે તે પણફિલ્મને બચાવી નથી શકતો. ક્યાંક વાર્તા બોર કરતી જાય છે, ક્યાંક ઓડિયન્સને લંબાતીખેંચાતી નજર આવે છે. કારણ કે પોણા ત્રણ કલાકની આ ફિલ્મ છે. ફિલ્મને પરાણે હિટકરવાના ચક્કરમાં ટર્ન અને ટ્વીસ્ટ ઉમેરવામાં આવ્યા છે. જે કારણ વિનાના લંબાતા જાયછે અને પટકથા લાંબી થતી જાય છે.

ચીગમની જેમ લાંબી થતી જતીઆ ફિલ્મ તમને બોર કરવામાં પાછુ વાળીને નહીં જોઇ. તમને લાગે કે હવે ક્લાઇમેક્સ સુધીપહોંચીએ ત્યાં વધુ એક ટ્વીસ્ટ આવે. આમ તો આવા પ્રકારની ફિલ્મો 80 અને 90નાદાયકામાં બની ચૂકી છે. બસ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન એ 21મી સદીની ક્રાંતિ ફિલ્મ ગણીશકો.

કલાકારોનું કોસચ્યુમ,સ્પેશિયલ ઇફેક્ટને શાબાશી આપવી પડે. કોઇ રીતે ફિલ્મને તમારે જોવી હોય તો સ્પેશિયલઇફેક્ટ માટે જોઇ શકો, જોકે સારી સ્પેશિયલ ઇફેક્ટ ફિલ્મની અધકચરી લંબાઇના કારણેથીએટરમાંથી નીકળ્યા બાદ ઓડિયન્સને યાદ પણ નહીં રહે. તો કેટરિના કૈફના ગીતમાં ડાન્સ મુવ્સ સિવાય કંઇ ખાસ નથી. ઠગ્સમાં એવું એક પણ ગીત નથી જે યાદગાર રહી જાય. આમ તો 2018માં ખૂબ એવા ઓછા ગીતો આવ્યા જે યાદગાર રહ્યા. એટલે ઠગ્સ પર દોષનો ટોપલો ન ઢોળી શકાય. પરિણામે મ્યૂઝિક સિમ્પલ છે. એટલે કે ફિલ્મ આમિર અને અમિતાભને જોવા માટે બની છે. જો જોવી હોય તો !

READ ALSO 
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter