GSTV

આમિર ખાનની ‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’નો First Look રિવિલ, આ દિવસે ફિલ્મ થશે રિલિઝ

Last Updated on September 17, 2018 by Bansari

આમિર ખાનની મોસ્ટ વેઇટેડ ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાનની રિલિઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. આ પિરિયડ ડ્રામા ફિલ્મ 8 નવેમ્બરના રોજ રિલિઝ થશે. તેમાં આમિર ખાન પહેલીવાર અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરશે. તેની સાથે કેટરિના કૈફ પણ જોવા મળશે. ઠગ્સ ઑફ હિન્દુસ્તાનનો લોગો રિલિઝ કરી દેવામાં આવ્યો છે.

લોગો ખૂબ જ સસ્પેન્સિવ છે. તેને આમિર ખાને ટ્વિટર પર શેર કર્યો છે. ફિલ્મ દિવાળીના અવસરે રિલિઝ થશે. આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સ્ના બેનર હેઠળ બની છે. ફિલ્મ 1839માં આવેલી નવલકથા ‘કનફેશન્સ ઑફ અ ઠગ’ પર આધારિત છે. આ તે ઠગ્સની કહાની છે જે રાહદારીઓને લૂંટતા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે અમિતાભ અને આમિર પિતા-પુત્રની ભૂમિકામાં જોવા મળશે.

મોટા બજેટ અને મોટીસ્ટારકાસ્ટવાળી આ ફિલ્મની દર્શકો ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે . દર્શકો ફિલ્મના ટ્રેલરની ખૂબ જ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે ત્યારે સુત્રોનું કહેવુ છે કે હવે આ ફિલ્મનુ ટ્રેલર આગામી મહિના સુધીમાં લોન્ચ કરી દેવાશે .

જોકે , ટ્રેલર પહેલા ફિલ્મનુ પ્રથમ પોસ્ટર ચાલુ સપ્તાહે રીલીઝ કરવામાં આવશે . તેમજ બીજા સપ્તાહમાં ફિલ્મનુ ટીઝર અને ત્યારબાદ ફિલ્મનુ ટ્રેલર લોન્ચ કરવામાં આવશે.

ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તeનને તમિલ , તેલુગુ અને હિન્દીમાં રીલીઝ કરવામાં આવશે . જેથી ફિલ્મના પ્રમોશન માટે મેકર્સે ૪૦ દિવસનો સમય રાખ્યો છે . જેના કારણે ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનુ ટ્રેલર સપ્ટેમ્બરમાં જ રીલીઝ કરી દેવામાં આવશે . ફિલ્મમાં આમિર અને અમિતાભ ઉપરાંત કેટરીના કૈફ અને ફાતિમા સના શેખ પણ મુખ્ય પાત્રમાં નજરે પડશે . આ ફિલ્મનુ બજેટ ૨૦૦ કરોડ સુધી રાખવામાં આવ્યુછે .

Related posts

જાણવા જેવું: મોબાઈલના સીમ કાર્ડનો એક ખૂણો શા માટે કપાયેલો હોય છે, આજ સુધી આપને ન મળેલો જવાબ અહીં મળશે

Pravin Makwana

નવો ડખો/ ભાજપના પાવર વગરના મંત્રીની અકળામણ, મને મંત્રીપદેથી આના કરતાં કાઢી મૂકો

pratik shah

BIG NEWS / આ તારીખે રાજ્યમાં યોજાશે ગુજરાતી ભાષાની “ઉચ્ચ શ્રેણી”ની પરીક્ષા, ચુસ્તપણે કોવિડ ગાઇડલાઇનનો પાલન કરવા આદેશ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!