GSTV

ગુલશનકુમારની બાયો ફિલ્મમાં આમિર ખાન હશે ?

Last Updated on April 10, 2018 by

ફિલ્મ સંગીતની ઓડિયો કેસેટ્સના ક્ષેત્રમાં અમુલ્ય ક્રાન્તિ કરનાર  સાહસિક ગુલશન કુમારની બાયો-ફિલ્મ ‘મોગલ’ માટે બોલિવૂડના ટોચના અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાને હા પાડી હોવાની માહિતી મળી હતી.

અગાઉ આ ફિલ્મ કલાકાર અક્ષય કુમાર કરવાનો હતો અને એણે સાઇનિંગ અમાઉન્ટ પણ સ્વીકારી લીધા હતા. પછી કોણ જાણે શું થયું, એણે ફિલ્મ છોડી દીધી અને સાઇનિંગ અમાઉન્ટ પાછા આપી દીધા. તેથી ગુલશન કુમારના પુત્ર અને હાલ ટી સિરિઝના બોસ એવા ભૂષણ કુમારનો ઇગો હર્ટ થયો હતો અને એણે જાહેરમાં એવું વિધાન કર્યું હતું કે હું અક્ષય કુમાર કરતાં પણ મોટા કલાકાર પાસે  આ ફિલ્મ  કરાવીશ. કરાવીને ત્યારબાદ ભૂષણ કુમારે આમિર ખાનનો સંપર્ક સાધ્યો હતો અને સમર્થનવિહોણા અહેવાલ મુજબ આમિર ખાને આ રોલ કરવાની હા પાડી હતી.

હાલ આમિર ખાન યશ રાજની વિજય કૃષ્ણ આચાર્ય નિર્દેશિત ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાન કરી રહ્યો છે. એટલે આ ફિલ્મ પૂરી થયા પહેલાં એ મોગલ શરૃ કરી શકે એવી કોઇ શક્યતા નથી.

સુત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, પરફેક્શનના આગ્રહી એવા આમિરે ભૂષણ કુમારને ફિલ્મની સ્ક્રીપ્ટમાં કેટલાક ફેરફા કરવાની સલાહ આપી હતી. આમિરે સૂચવેલા ફેરફારો ભૂષણ કુમારે કરાવી લીધા હતા. એક રિપોર્ટ મુજબ આ ફિલ્મમાં કામ કરવા ઉપરાંત આમિર એનો સહનિર્માતા પણ હશે.

Related posts

Kriti Sanon Birthday/ કૃતિ સેનન પાસે છે કરોડોની સંપત્તિ, એક ફિલ્મ માટે લે છે આટલી ફી

Damini Patel

BIG BREAKING: અશ્લીલ ફિલ્મ મામલે શિલ્પા શેટ્ટીના પતિ રાજની મુશ્કેલી વધી, 14 દિવસની પોલીસ કસ્ટડીમાં કુંદ્રા

pratik shah

પોર્ન ફિલ્મોની અઢળક કમાણીમાંથી રાજ કુન્દ્રાએ શિલ્પા ઉપર પુષ્કળ નાણા વાપર્યા, દેશ-વિદેશમાં વૈભવી ઘર ભેટ આપતો હતો ?

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!