આમ આદમી પાર્ટી દિલ્હીમાં ઝડપથી મેયર ચૂંટણી માટે સુપ્રીમ કોર્ટનો દરવાજા ખટખટ આવી ચૂકી છે. ડિસેમ્બરમાં યોજાયેલ એમસીડી ની ચૂંટણીમાં 250 માંથી 134 સીટ ઉપર જીતીને પણ આમ આદમી પાર્ટીની ચિંતામાં વધારો થયો છે. હવે આમ આદમી પાર્ટીની ચિંતા માત્ર એટલી નથી કે બે વખત મેયરપદ માટેની ચૂંટણી ટાળવામાં આવી પરંતુ 15 વર્ષ જૂની સત્તા ગુમાવી ચૂકેલી ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીની મુશ્કેલી વધારવા માટે કોઈ કસર છોડી રહી નથી.

આપના નેતાઓ સુપ્રીમ કોર્ટ થી માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે ઝડપથી ચુંટણી નિશ્ચિત કરાવવામાં આવે અને તે માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવે. ઉપરાંત lg તરફથી નામિત 10 એલડરમેનને ચૂંટણીમાં વોટિંગની પરમિશન આપવામાં આવે નહીં. એમ સી ડી ના પાર્સદના માત્ર મેયર અને ડેપ્યુટી મેયર જ ચૂંટણી કરશે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના 18 માંથી છ સભ્યો માટે વોટીંગ થશે.
આવી માંગ કરવા પાછળ આમ આદમી પાર્ટીની આશંકા એ છે કે જો કોંગ્રેસ વોટિંગથી દૂર રહેતો ભાજપ સ્ટેન્ડિંગ કમિટીના 18 માંથી અડધી સીટો ઉપર જીત નોંધાવી શકે છે અને ક્યાંક એવું પણ થઈ શકે છે કે ભાજપ 18 માંથી 10 સીટ ઉપર જીત મેળવી લે. અને આથી જ આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ સામે સાચવી સાચવીને ડગલા ભરી રહી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ