GSTV
Banaskantha ગુજરાત

ડીસા / AAPના ઉમેદવારે  શરૂ કર્યું પ્રચાર અભિયાન, ગેરંટી કાર્ડ આપ્યાં 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટીએ જનતાને ફ્રી રેવડી અને ગેરંટી કાર્ડ આપવાની શરૂઆત કરી છે.ડીસા વિધાનસભાના આપના ઉમેદવારે ડીસા વિધાનસભા મત વિસ્તારની સમસ્યાઓ ઉકેલવા ગેરંટી કાર્ડ રજૂ કરી પાર્ટીને વિજય બનાવવાની હાંકલ કરી હતી.ડીસા વિધાનસભાના ઉમેદવાર  ડૉ.રમેશ પટેલે લોકોની સમસ્યાઓ ઉકેલાય અને ભ્રષ્ટાચાર તેમજ હપ્તારાજ ખતમ થાય તે માટે ગેરંટી કાર્ડ રજૂ કર્યા હતા.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ.રમેશ પટેલે કહ્યું હતું કે ઉત્તર ગુજરાતની આર્થિક નગરી ગણાતા ડીસાના વેપાર જગતની હાલત ખરાબ છે. જેથી વેપારીઓ માટે ગેરંટી કાર્ડ, શિક્ષણ, આરોગ્ય સેવા, રોડ રસ્તા જેવા પ્રશ્નોના નિકાલ માટે તેમજ ઓવરબ્રિજના પ્રશ્નોના નિકાલ માટે ગેરંટી કાર્ડ રજૂ કર્યું છે.

આપના ઉમેદવારે કહ્યું હતું કે ડીસા હાઈવે વિસ્તારની સોસાયટીઓને રોંગ સાઈડમાં ન આવવું પડે તે માટે એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ મુકાશે, સાથો સાથ ઓવરબ્રિજની તમામ સમસ્યાઓ હલ કરાશે. ઓવરબ્રિજની લાઈટો પણ ચાલુ કરાશે. ડીસામાં ત્રણ પાર્કિંગ ઝોન પણ બનાવવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

અમદાવાદની ૭ બેઠકમાં ૩થી વધુ ગુનાઈત ઉમેદવારો ચૂંટણી મેદાને, બીજા તબક્કામાં ૯૩માંથી ૧૯ બેઠકમાં ૩થી વધુ ગુનાઈત ઉમેદવારને ટિકિટ

pratikshah

શું પાટણ અને મહેસાણામાં ફરી બાજી પલટાશે?  ભાજપને ખોવાયેલી જમીન પાછી મળવાની આશા

HARSHAD PATEL

આપ ઉમેદવાર અલ્પેશ કથિરીયાની કિશોર કાનાણીને ચેલેન્જ, આઠ ડિસેમ્બરે કાકાની જીત થશે તો મારા ખભા પર બેસાડીશ

pratikshah
GSTV