GSTV
Home » News » Delhi Election: દિલ્હી મિની ઈન્ડિયા છે, અહીં હિન્દુ-મુસ્લિમની રાજનીતિ નહીં ચાલે: કેજરીવાલ

Delhi Election: દિલ્હી મિની ઈન્ડિયા છે, અહીં હિન્દુ-મુસ્લિમની રાજનીતિ નહીં ચાલે: કેજરીવાલ

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી 8 ફેબ્રુઆરીએ યોજાવાની છે. આ ચૂંટણીને ધ્યાને રાખી દરેક પાર્ટીઓના નેતાઓ વચ્ચે તીખા પ્રહારો થઈ રહ્યા છે. એક બીજા ભાજપ આમ આદમી પાર્ટીને શાહીનબાગના મુદ્દા પર ઘેરાવ કરવા માગે છે, તો આપ પાર્ટી પોતાના કામના નામે આ ચૂંટણી લડવા મથે છે.

સીએમ કેજરીવાલે એક ખાસ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, દિલ્હી મિની ઈન્ડિયા છે અને અહીં હિન્દુ મુસ્લિમ રાજનીતિ નહીં ચાલવા દઈએ. ભાજપે પાંચ વર્ષમાં કોઈ જ કામ નથી કર્યું એટલા માટે હિન્દુ મુસ્લિમ નેરેટિવ બનાવે છે. કેજરીવાલે જણાવ્યું હતું કે, અમે કામના નામે મત માગીએ છીએ અને દિલ્હીની જનતા પણ જાણે છે કે, તેમને પાયાની સુવિધાન કોણ આપી શકશે.

હું દિલ્હીને શાનદાર બનાવવા માગું છું, ભાજપને નહીં

કેજરીવાલે આગળ જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો આપ સરકારનું કામ જોઈ મત આપે. હું અમિત શાહને વિજળી, પાણી, સ્વાસ્થ્યના મુદ્દા પર ડિબેટ કરવાની ચેલેન્જ આપું છું. દિલ્હીની જનતાએ ભાજપના નેરેટિવને નકારી દીધો છે. હું દિલ્હીને શાનદાર બનાવા માગુ છું, અમિત શાહ કે ભાજપને નહીં.

READ ALSO

Related posts

અમદાવાદમાં આજે સોના અને ચાંદીનો ભાવ રેકોર્ડ બ્રેક, ચાંદી 50,000એ પહોંચી

pratik shah

અમદાવાદથી આજની ફ્લાઇટ હોય તો પહેલાં આ વિગતો વાંચી લો, નહીંતર દોડતા થઇ જશો

Bansari

યુવતી સાથે ગુજરાત ભાજપના નેતાનો વીડિયો વાયરલ, ટ્રમ્પની મુલાકાત સમયે કાંડ ચર્ચામાં

Mayur Vora
Do NOT follow this link or you will be banned from the site!