GSTV

આ હિરોઈનને ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરવો પડ્યો ભારે, ફેન્સે જૂતાના બટનની કરી માંગ

સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ બોલિવૂડમાં નેપોટિઝમ અંગે ભરપુર ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચામાં આલિયા ભટ્ટનું નામ મોખરે છે. તેને નિશાન બનાવવામાં આવી રહી છે. આ કારણસર હિરોઈન આલિયાની ફિલ્મ સડક-2ને પણ ભારે નુકસાન થયું છે. આ ફિલ્મના ટ્રેલરને સૌથી વધુ ડિસલાઇક મળ્યા છે. આ ઉપરાંત ફેન્સ હજી પણ આલિયા સામે ગુસ્સામાં છે. તેમનો ક્રોધ શમ્યો નથી. તે જે કોઈ પોસ્ટ કરે છે તેની સામે લોકો વિરોધ જ કરતા જોવા મળ્યા છે.

આલિયાએ એક ફોટો અને પોસ્ટ શેર કરી

તાજેતરમાં જ આલિયાએ એક ફોટો શેર કર્યો છે જેની સામે નેગેટિવ કમેન્ટ આવવા લાગી છે. હકીકતમાં આલિયાએ એક ફોટો અને પોસ્ટ શેર કરી હતી અને તેની સાથે કેપ્શનમાં આડકતરી રીતે લોકોને જવાબ પણ આપ્યો હતો. તેણે ફોટોની સાથે લખ્યું હતું કે હું આગળ વધતી રહીશ, અટકીશ નહીં અને અટકી શકું તેમ નથી.

ઇન્સ્ટાગ્રામ પર ડિસલાઇકનું ઓપ્શન હોવું જોઇએ

લગભગ 13 લાખ લોકોએ આ ફોટોને લાઇક કર્યો છે અને તેમાં નેગેટિવ કમેન્ટ પણ કરી છે. 14 હજાર લોકોએ રિએક્શન આપ્યા છે. કેટલાકે તો એમ લખ્યું છે કે ઇન્સ્ટાગ્રામ પર ડિસલાઇકનું ઓપ્શન હોવું જોઇએ. જેથી અમે આવી પોસ્ટ ડિસલાઇક કરી શકીએ. 

આગામી ફિલ્મ ક્યારે આવશે અમારે ડિસલાઇક કરવી

એક યુઝરે લખ્યું છે કે દીદી તમારી આગામી ફિલ્મ ક્યારે આવશે અમારે ડિસલાઇક કરવી છે. એક યુઝરે લખ્યું છે કે ઇન્સ્ટાગ્રામ પર જૂત્તાનું બટન પણ હોવું જોઇએ.

READ ALSO

Related posts

આવકવેરા સંબંધિત બિલને સંસદની મંજૂરી મળી, અનેક લાભો આપવામા આવ્યા

Dilip Patel

WHOએ કહ્યું રસી કામ કરશે તેની કોઈ ખાતરી અમે નથી આપતાં, રસીના નામે રાજકારણ રમતા દેશોને આપ્યો આંચકો

Dilip Patel

સુશાંત સિંહના મોતના મામલાને રાજકીય હાથો બનાવનાર પૂર્વ DGPને ચૂંટણી લડવાના અભરખા જાગ્યા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!