GSTV

ખરાબ ફોર્મ છતાં રિશભ પંતને રિટેઇન કરો, પૃથ્વી-અશ્વિનને બહાર કરવા આ ઓપનરનું સૂચન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 13મી સિઝન દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર રહી હતી. દિલ્હીની ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં મુંબઈ ઇન્ડિયન્સ સામે તેનો પરાજય થયો હતો. આમ દિલ્હીની ટીમ આ વખતે રનર્સ અપ રહી હતી. આ સિઝનમાં દિલ્હી માટે શિખર ધવન, એનરિક નોર્તજે, કેગિસો રબાડા અને માર્કસ સ્ટોઇનિસે શાનદાર દેખાવ કર્યો હતો.

આકાશ ચોપરાએ આ અંગે દિલ્હી કેપિટલ્સને સલાહ આપી

ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ આ અંગે દિલ્હી કેપિટલ્સને સલાહ આપી છે કે તેણે પાંચ ખેલાડીને રિટેઇન કરવા જોઇએ. તેણે કહ્યું હતું કે દિલ્હી માટે બધું બરાબર ચાલી રહ્યું છે. આ તબક્કે તે કોઈને તોડશે તો તે ખોટું થશે. ત્રણ વર્ષથી  આ ટીમ યુવાન હતી અને હવે તે અનુભવી બની ગઈ છે. ટીમે ત્રણ ભારતીય અને બે વિદેશી ખેલાડીને રિટેઇન કરવા જોઇએ. તે શિખર ધવન, રિશભ પંત અને કેપ્ટન શ્રેયસ ઐય્યરને રિટેઇન કરી શકે છે. પંત માટે આ સિઝન સારી રહી નથી તેમ છતાં હું તેને ચોક્કસ રિટેઇન કરીશ. મને ભરોસો છે કે દિલ્હીની ટીમ આમ જ કરશે.

સ્ટોઇનિસ અને નોર્તજેમાંથી એકની પસંદગી અઘરી

વિદેશી ખેલાડીઓમાં રબાડા અને સ્ટોઇનિસને ટીમે રિટેઇન કરવા જોઇએ તેમ કહીને આકાશ ચોપરાએ ઉમેર્યું હતું કે સ્ટોઇનિસ અને નોર્તજેમાંથી એકની પસંદગી અઘરી છે પણ હું સ્ટોઇનિસને પસંદ કરીશ. બાકીનાએ જવું પડશે. પૃથ્વી શો, રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ માટે દુ:ખ થશે પણ તેમણે જવું પડશે.  આ ત્રણ ખેલાડી એવા છે જેને ટીમ રાખવા માગશે પણ તમે બધાને તો રાખી શકો નહીં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

શું તમને ટ્રાફિકના નિયમો નથી ખબર, તો વાંચી લો આ નવા 19 રૂલ્સ ને થઇ જાઓ ટેન્શન ફ્રી

Pravin Makwana

શું તમે પણ ફોનની બેટરી 100 ટકા ચાર્જ કરો છો? જાણો ચાર્જીંગ કરવાની યોગ્ય પદ્ધતિ વિશે….

Ali Asgar Devjani

SBI ની નવી સ્કિમઃ 5000થી શરૂ કરો રોકાણ, મળશે FD કરતા ડબલ નફો અને મફતમાં 50 લાખનો વીમો પણ…

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!