GSTV
Home » News » અનિલ કુંબ્લેએ બનાવી IPL-12ની ડ્રીમ ટીમ, આ દિગ્ગજ ખેલાડીઓને ના મળ્યું સ્થાન

અનિલ કુંબ્લેએ બનાવી IPL-12ની ડ્રીમ ટીમ, આ દિગ્ગજ ખેલાડીઓને ના મળ્યું સ્થાન

આઈપીએલ -12 હવે તેની ચરમ સીમા પર છે. ત્યારે આ ટુર્નામેન્ટમાં હવે માત્ર બે જ મેચ બાકી છે. જેમાં બીજા ક્વોલિફાયર દિલ્હી શુક્રવારે ચેન્નાઇનો સામનો કરશે. બીજા ક્વોલિફાયરમાં ખિતાબ જીતવા માટે મુંબઈ ઇન્ડિયન્સ 12 મેના રોજ ફાઇનલનો સામનો કરશે. તે દરમિયાન ભૂતપૂર્વ ભારતીય કોચ અનિલ કુંબલેએ તેની આઈપીએલ -12 ડ્રીમ ટીમની પસંદગી કરી છે.

આઘાતજનક વાત એ છે કે ઘણા ભારતીય દિગ્ગજ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા નથી જ્યારે પીઢ સ્પિન બોલર અનિલ કુંબલેની ટીમમાં સમાવવામાં આવ્યા નથી. ત્યારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પણ કુંબલેની આ ટીમમાં સ્થાન મળ્યું નથી.

કુંબલેએ તેની આઈપીએલ ટીમમાં ચાર વિદેશી ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. ત્યારે 7 ભારતીય ખેલાડીઓને પણ સ્થાન મળ્યું છે. જો કે, આ ટીમમાં વિશ્વ કપ માટે પસંદ કરવામાં આવેલી ટીમમાંથી ફક્ત ચાર ખેલાડીઓ જ પોતાનું સ્થાન બનાવી શક્યા છે.

કુંબલેની ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને શિખર ધવન જેવા મોટા ખેલાડીઓ નથી. કુંબલેએ આઇપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબના પ્રારંભિક બેટ્સમેન કેએલ રાહુલ સનરાઇઝર્સ હૈદરાબાદ અને વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નરની શરૂઆતની જોડી તરીકે પસંદગી કરી છે.

આ સિવાય, કુંબલેએ શ્રેયસ અય્યરની પસંદગી કરી છે, જેણે દિલ્હી માટે ઘણી મેચો જીતી છે. ત્યારે વિકેટકીપરના રૂપમાં, કુંબલેએ ધોનીને રીષભ પંત કરતાં આગળ રાખ્યા છે. જ્યારે ધોનીનું નામ ટોચનું રહ્યું છે. અને તેમને ટીમના સુકાની પણ બનાવ્યા છે.

અનિલ કુંમ્બલેની ડ્રીમ આઈપીએલ 2019ની ટીમ ડેવિડ વોર્નર, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર રિષભ પંત, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), આન્દ્રે રસેલ, હાર્દિક પંડ્યા, શ્રેયસ ગોપાલ, ઇમરાન તાહિર, કેગિસો રબાડા અને જસપ્રિત બુમરાહ

વિશ્વકપ માટે પસંદ કરેલ ટીમ વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા (ઉપસુકાની), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની (વિકેટકીપર), કેદાર જાદવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, મો. શામી, રવિન્દ્ર જાડેજા

READ ALSO

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi

BRICS કોન્ફરન્સ પહેલા PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે કરી મુલાકાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!