GSTV
India News Trending

આજ મેરા ઘર તૂટા હૈ કલ તુમ્હારા ઘમંડ તૂટેગા / મહારાષ્ટ્રમાં હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે કંગનાનો વીડિયો વાયરલ, જુઓ વીડિયો

મહારાષ્ટ્રમાં રાજકીય હાઈવોલ્ટેજ ડ્રામા જારી છે અને ઉદ્ધવ ઠાકરેની સરકાર હાલકડોલક થઈ રહી છે સ્થિતિ એવી સર્જાઈ છે કે, ગમે તે ઘડીએ ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપી શકે છે. આ સ્થિતિ વચ્ચે બોલિવૂડની આખોબોલી કંગના રનૌતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કંગાનાએ ભવિષ્યવાણી કરી હતી કે, ઉદ્ધવ ઠાકરેનું અહંકાર તૂટી જશે. નોંધનીય છે કે, કંગના રનૌતએ આ ટિપ્પણી બીએમલી દ્વારા કરવામાં આવેલા તેની ઓફિસ ધ્વસ્ત બાદ કરી હતી.

કંગનાએ કહ્યું હતું- “ઉદ્ધવ ઠાકરે, તમને શું લાગે છે કે તમે મારાથી બદલો લીધો છે? આજે મારું ઘર તૂટી ગયું છે, કાલે તમારો ઘમંડ તૂટશે.”

કંગનાનો વધુ એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહી છે કે જ્યારે પણ કોઈ પુરુષ કોઈ મહિલાનું અપમાન કરે છે ત્યારે તે ચોક્કસથી પડી જાય છે.

બોમ્બે હાઈકોર્ટે પાછળથી કડક શબ્દોમાં કહ્યું કે BMC અધિકારીએ કંગના રનૌતના બંગલાના એક ભાગને તોડીને દૂષિત કૃત્ય કર્યું હતું. કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કંગના રનૌતે ટ્વીટ કર્યું હતું કે, “જ્યારે કોઈ વ્યક્તિ સરકારની સામે ઉભી થાય છે અને જીતે છે, ત્યારે તે વ્યક્તિની જીત નથી પરંતુ લોકશાહીની જીત છે.”

READ ALSO

Related posts

સુરત / નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા, પ્રિ-મોન્સૂન કામગીરીની ખુલી પોલ

Zainul Ansari

13 જુલાઈએ વિદ્યાસહાયકોને અપાશે કોલ લેટર, શિક્ષણ મંત્રીની જાહેરાત પછી જૂના શિક્ષકો થયા નારાજ

Zainul Ansari

પ્રથમ ટી- 20 / ભારતની ટોસ જીતીને પ્રથમ બેટિંગ, આ ખેલાડીએ કર્યું ડેબ્યુ

Hardik Hingu
GSTV