ભારતમાં ઓળખપત્ર અને એડ્રેસ માટે સૌથી વધારે માન્ય દસ્તાવેજ આધાર કાર્ડને માનવામાં આવે છે. જો આપને બેંક, પોસ્ટ ઓફિસ અથવા તો કોઇ પણ સરકારી કાર્યાલય સાથે જોડાયેલ કોઇ એવું કામ છે કે જેમાં ઓળખ અને એડ્રેસની માંગ હશે તો આપની પાસેથી aadhar cardની માંગ કરવામાં આવશે. એવામાં યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડીયા (UIDAI) આધાર કાર્ડને વધારે ઉત્તમ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ જ ક્રમમાં થોડાંક સમય પહેલાં ઓથોરિટીએ વધારે ટકાઉ પીવીસી આધાર કાર્ડ (Aadhaar PVC Card ) રજૂ કર્યા હતાં. જેને કોઇ પણ ભારતીય નાગરિક માત્ર 50 રૂપિયા ચૂકવી હાંસલ કરી શકે છે. આધાર પીવીસી કાર્ડને આપ એટીએમ અથવા તો ડેબિટ કાર્ડની જેમ પોતાના વોલેટમાં પણ રાખી શકો છો.
#OrderAadhaarPVC
— Aadhaar (@UIDAI) January 15, 2021
Your identity is verifiable instantly offline, by scanning the QR code on your new Aadhaar PVC card.
Click on the link https://t.co/TVsl6Xh1cX to order your Aadhaar PVC card now. #OrderAadhaarOnline #AadhaarPVCcard pic.twitter.com/KvT0uNNYPO
પહેલાના કાર્ડની સરખામણીમાં સુરક્ષાની સાથે-સાથે ટકાઉપણામાં પણ બેસ્ટ
UIDAIએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, નવા આધાર પીવીસી કાર્ડ પર આપવામાં આવેલ ક્યુઆર કાર્ડને સ્કેન (QR Code Scan) કરીને આપની ઓળખને તત્કાલ ઓફલાઇન ચકાસણી (Instant Verification) કરી શકાશે. આ પહેલા ઓથોરિટીએ જણાવ્યું હતું કે, નવા આધાર પીવીસી કાર્ડ પહેલાના કાર્ડની સરખામણીમાં સુરક્ષાની સાથે-સાથે ટકાઉપણામાં પણ બેસ્ટ છે. આધાર પીવીસી કાર્ડ આધુનિક સિક્યોરિટી ફીચર્સની સાથે આવે છે. નવા આધાર કાર્ડની પ્રિન્ટિંગ ક્વોલિટી સૌથી બેસ્ટ કરવામાં આવી છે. UIDAIએ પીવીસી આધાર કાર્ડમાં અનેક સિક્યોરિટી ફીચર્સ પણ ઉમેર્યા છે જેમાં ગિલોચ પેટર્ન, હોલોગ્રામ, ઘોસ્ટ ઇમેજની સાથે સાથે માઇક્રોટેક્સ્ટ પણ લગાવવામાં આવ્યા છે.

આ રીતે બનાવો આપનું આધાર PVC કાર્ડ
- નવા આધાર પીવીસી કાર્ડ માટે આપ સૌ પ્રથમ UIDAI ની વેબસાઇટ પર જાઓ.
- અહીં ‘My Aadhaar’ સેક્શનમાં જઇને આપ ‘Order Aadhaar PVC Card’ પર ક્લિક કરો.
- ત્યાર બાદ આપ આધારનો 12 અંકનો નંબર અથવા તો 16 નંબરનો વર્ચ્યુઅલ આઇડી અથવા તો 28 અંકનો આધાર એનરોલમેન્ટ આઇડી (EID) નાખો.
- હવે આપ સિક્યોરિટી કોડ અથવા તો કેપ્ચા લખો અને OTP માટે Send OTP પર ક્લિક કરો.
- હવે રજિસ્ટર મોબાઇલ નંબર પર આવેલ OTP નંબરને આપવામાં આવેલ ખાલી જગ્યામાં ભરો અને તેને સબમિટ કરો.
- હવે આપના આધાર પીવીસી કાર્ડનું એક પ્રિવ્યુ આપની સામે હશે.
- ત્યાર બાદ આપ નીચે આપવામાં આવેલ પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો.
- હવે આપ પેમેન્ટ પેજ પર જતા રહો, જ્યાં આપને અહીં 50 રૂપિયાની ફી જમા કરાવવાની રહેશે.
- પેમેન્ટ પૂર્ણ કર્યા બાદ આપના આધાર પીવીસી કાર્ડની ઓર્ડર પ્રોસેસ પૂર્ણ થઇ જશે.
READ ALSO
- સારા સમાચાર/ સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને આપશે મોટી ભેટ, વધી શકે છે પગાર!
- ઓસ્કાર નોમિનેટ ફિલ્મ ‘સ્લમડોગ કરોડપતિ’નો આ કલાકાર વિવાદમાં, લાગ્યો જાતીય સતામણીનો કેસ
- ખાસ વાંચો/ વરિષ્ઠ નાગરિકોને કાનૂની સુરક્ષા આપશે મોદી સરકાર, જમાઇ અને વહુઓએ પણ વૃદ્ધોને આપવુ પડશે ભરણપોષણ ભથ્થુ
- ખાસ વાંચો / રેલ્વે યાત્રીઓને મોટો ઝટકો: રેલ્વેએ ભાડામાં કર્યો વધારો, જાણો તમારા ખીસ્સા પર થશે કેટલી અસર
- સમયસર પુરા કરી દેજો બેંકના કામ: માર્ચ મહિનામાં આટલા દિવસ બંધ રહેશે દેશભરની તમામ બેંકો, જોઈ લો રજાઓનું લિસ્ટ