GSTV
Home » News » હવે નવી ઉપાધિ : ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે આ ડોક્યુમેન્ટ ફરજિયાત કરવું પડશે લિંક

હવે નવી ઉપાધિ : ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે આ ડોક્યુમેન્ટ ફરજિયાત કરવું પડશે લિંક

કેન્દ્રીય કાયદા પ્રધાન રવિ શંકર પ્રસાદે જણાવ્યું હતું કે ટુંક સમયમાં આધાર કાર્ડને હવે ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે લિંક કરવાનું પણ ફરજિયાત બનાવવામાં આવશે. લવલી પ્રોફેશનલ યુનિ.માં યોજાયેલ ૧૦૬મી ઇન્ડિયન સાઇન્સ કોંગ્રેસમાં પોતાનું ભાષણ આપતી વેળાએ કેન્દ્રીય પ્રધાને આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે ટૂંક સમયમાં એક એવો કાયદો ઘડવા જઇ રહ્યા છીએ કે જે આધારકાર્ડને ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવી દેશે.

અકસ્માત બાદ ફરાર થતા આરોપીઓને પકડવા માટે થશે આ કાર્યવાહી

રવિ શંકર પ્રસાદે કહ્યું હતું કે હાલ શું થાય છે કે અકસ્માત કરીને અપરાધી સ્થળ પરથી નાસી જાય છે, અને બાદમાં ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી લે છે અને તેમ કરીને તે વ્યક્તિ છટકી જાય છે. જોકે આધાર કાર્ડ લિંક કરી દેવામાં આવે તે બાદ વ્યક્તિ પોતાનું નામ બદલી શકે છે પણ પોતાની બાયોમેટ્રિક ઓળખ નથી બદલી શકતો કે ન તો પોતાની ફિંગરપ્રિન્ટ્સ બદલી શકે છે. આવી સ્થિતિમાં જ્યારે કોઇ વ્યક્તિ ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે જાય છે ત્યારે સિસ્ટમ પરથી ખ્યાલ આવી જાય છે કે આ વ્યક્તિ પાસે પહેલાંથી જ લાઇસન્સ છે તેથી તેને બીજું ન આપી શકાય.

ઇ-કોમર્સમાં ૫૧ ટકાનો ગ્રોથ

પ્રસાદે કેટલાક આંકડા જારી કરતા જણાવ્યું હતું કે આ ભારતની ડિજિટલ પ્રોફાઇલ છે, દેશમાં ૧૨૩ કરોડ આધારકાર્ડ, ૧૨૧ કરોડ મોબાઇલ ફોન, ૪૪.૬ કરોડ સ્માર્ટફોન, ૫૬ કરોડ ઇન્ટરનેટ યૂઝર્સ, આ સ્થિતિ વચ્ચે ઇ-કોમર્સમાં ૫૧ ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. દેશમાં ૧૩૦ કરોડની વસતી છે. આ બેઠકમાં ભાજપના અન્ય કેટલાક નેતાઓ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. આ પહેલા આધાર કાર્ડને પાનકાર્ડની સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું, આ ઉપરાંત મોબાઇલ તેમજ બેંક ખાતા સાથે પણ આધારકાર્ડ જોડવા માટે સરકારે કહ્યું હતું પણ બાદમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે પલટી મારી હતી અને હવે ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે પણ આધારકાર્ડને લિંક કરવાનું ફરજિયાત બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

Related posts

“લેટ મી સેય ઈટ નાઉ”પુસ્તકમાં મારિયાએ ચિદમ્બરમને ઘણા સવાલો વચ્ચે ઊભા કરી દેતા રાજકારણ ગરમાયું

Arohi

ટ્રમ્પની મુલાકાત પહેલાં ગુજરાતના દરિયામાંથી એવી વસ્તુ મળી કે પોલીસ દોડતી થઈ ગઈ, આ નિર્જન ટાપુ પર હતી

Karan

શાહીનબાગ : સુપ્રીમ કોર્ટે લીધો આ નિર્ણય, મોદી સરકાર માટે રાહતના સમાચાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!