પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ અત્યાર સુધીમાં 41 કરોડથી વધુ લોકો પાસે જનધન ખાતું છે. આ યોજના હેઠળ 6 જાન્યુઆરી 2021 સુધી જનધન ખાતાની કુલ સંખ્યા 41.6 કરોડ થઈ ગઈ છે. આ જાણકારી નાણાં મંત્રાલયે ટ્વિટ કરી છે. ત્યારે ઝીરો બેલેન્સ વાળા ખાતાની સંખ્યા માર્ચ 2015ના 58 % થી ઓછી થઈ 7.5 % પર આવી ગઈ છે. અત્યાર સુધીમાં 41.65 કરોડ લાભાર્થીઓએ બેંકમાં ધનરાશી જમા કરી છે. લાભાર્થીઓના ખાતામાં રૂ. 137,195.93 કરોડ રૂપિયાની ધનરાશી જમા છે.

એક જનધન ખાતાના ફાયદા અનેક
સામાન્ય રાતે જનધન ખાતાના અનેક ફાયદાઓ છે. જેવા કે, ડિપોઝીટ પર વ્યાજ સાથે ખાતા પર ફ્રી મોબાઈલ બેંકિંગ સુવિધા આપવામાં આવે છે. જનધનમાં તમે ઓવરડ્રાફ્ટ દ્વારા તમારા વધુમાં વધુ 10,000 ઉપાડી શકો છો. તેમજ 2 લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવર પણ મળે છે. 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવર, જે લાભાર્થીના મૃત્યુ પર યોગ્ય શર્તો પુરી થવા પર મળે છે. જન ધન ખાતાધારકને રુપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. આ ખાતા દ્વારા વીમા, પેંશન પ્રોડક્ટ્સ ખરીદવામાં સરળતા થાય છે. જન ધન ખાતું છે તો પીએમ કિસાન અને શ્રમયોગી માનધન જેવી યોજનાઓમાં પેંશન માટે ખાતુ ખુલશે. તેમજ સરકારી યોજનાઓના ફાયદાઓના પૈસા સીધા ખાતામાં આવે છે.
PAN અને આધાર વગર ખાતુ ખોલાવવાની પ્રક્રિયા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન અનુસાર, જો કોઈ નાગરિક પાસે PAN, આધાર, વોટર ID સહિત કોઈપણ સત્તાવાર ડોક્યુમેન્ટ નથી તો પણ તે જન ધન ખાતું ખોલાવી શકે છે. અકાઉન્ટ ખોલાવવા માટે સૌ પ્રથમ નજીકની બેંકના બ્રાંચ પર જવું પડશે. બેંક અધિકારીની ઉપસ્થિતિમાં તમારે એક સેલ્ફ અટેસ્ટેડ એટલે કે સ્વહસ્તાક્ષરિત ફોટોગ્રાફ આપવો પડશે. આ ફોટા પણ હસ્તાક્ષર અથવા અંગૂઠો હોવો જોઈએ. ત્યારબાદ બેંક અધિકારી તેની અકાઉન્ટ ખોલી આપશે. બાદમાં ખાતું ચાલું રાખવા માટે ખાતું ખોલ્યાની તારીખથી 12 મહિના પૂરા થવા સુધી કોઈ પણ વેલિડ ડોક્યુમેન્ટ બનાવડાવી બેંકમાં જમા કરવું પડે છે. જે બાદ ખાતું આગળ ચાલું રહેશે.

આ છે વેલિડ ડોક્યુમેન્ટ
વોટર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ, પેન કાર્ડ, આધાર કાર્ડ, NREGA દ્વારા ઈશ્યૂ જોબ કાર્ડ, સરકારની કોઈ ઓથોરિટીથી મળેલો લેટર, જેમાં તમારું નામ અને સરનામું લખેલું હોય, સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં જારી કોઈ ડોક્યુમેન્ટ, ગેઝેટ્સ અધિકારી દ્વારા જારી લેટર.
જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં સ્વતંત્રતા દિવસ પર પોતાના સંબોધનમાં જન ધન યોજના શરૂ કરવાની ઘોષણા કરી હતી. 28 ઓગસ્ટ 2014માં આ યોજના શરૂ કરવામાં આવી અને સરકારના 2018માં અધિક સુવિધાઓ અને લાભ સાથે આ યોજનાનો બીજો તબક્કો શરૂ કરાયો. મોદી સરકારે આ યોજનાના બીજા તબક્કામાં દરેક પરિવારના સ્થાને દરેક વ્યક્તિને લક્ષ્યમાં રાખવાનો નિર્ણય લીધો. જે અત્યાર સુધી બેંકિંગ સુવિધાઓથી વંચિત છે. આ ઉપરાંત 28 ઓગસ્ટ 2018 બાદ ખોલવામાં આવેલ જન ધન ખાતા પર રુપે કાર્ડના ધારકો માટે નિ:શૂલ્ક અકસ્માત વીમાનું કવર ડબલ એટલે કે બે લાખ રૂપિયા કરી દીધું.
READ ALSO
- ‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં
- લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો
- ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો
- હેલ્થ/ ગ્રીન ટીને વધુ અસરકારક બનાવવા માટે તેમાં ઉમેળો આ 5 આયુર્વેદિક વસ્તુ, સ્વાસ્થ્યમાં કરશે વધારો