GSTV
Business Trending

જાણો, કેમ આધાર નંબર આપવો જરૂરી નથી ?

હવેપછીથી નાગરિકોએ 12 આંકડાનો આધાર આઇડી આપવાની જરૂરત નથી. આધાર યૂઝર્સ જેટલીવાર ચાહે તેટલીવાર વર્ચુઅલ આઇડી જનરેટ કરી શકે છે અને તે સેફ છે. પહેલાની જેમ કોઇપણ સેવા લેવા માટે વારંવાર આધાર નંબર આપવાની જરૂરિયાત નથી. આધાર કાર્ડ વધુ સુરક્ષિત થઇ ગયું છે. આધાર કાર્ડની સુરક્ષા અંગે વારંવાર સવાલો ઉભા થાય છે તેથી તેને ધ્યાનમાં રાખીને બદલાવ કરવામાં આવ્યા છે. યૂઆઇડીએઆઇ વર્ચ્યુઅલ આધાર આઇડી લાવ્યું છે. જેમાં 16 આંકડાનો અસ્થાયી નંબર હશે અને તેને તેમે આધાર નંબરના બદલે આપી શકશો. યૂઆઇડીએઆઇ વર્ચ્યુઅલ આધાર કાર્ડ પર છેલ્લા કેટલાક મહિનાથી કામ કરી રહી હતી.
લોકોએ 12 આંકડાનો બાયોમેટ્રીક આધાર આઇડી નંબર આપવાની જરૂરિયાત નથી. આધાર યૂઝર્સ જેટલી વખત ઈચ્છે તેટલી વાર વર્ચ્યુઅલ આઇડી જનરેટ કરી શકે છે પરંતુ એ ધ્યાનમાં રાખવાનું છે કે આ આઇડી એક દિવસમાં માત્ર એક જ વાર જાહેર કરાશે. આ આઇડીમાં 16 રેન્ડમ આંકડા હશે. આ આઇડીથી ફોન કંપનીઓ અથવા તો બેન્કોને આધાર ધારકની સિમિત જાણકારી મળી શકશે. જેમ કે નામ, સરનામું અને ફોટોગ્રાફ કે જેનાથી ઓળખ સાબિત થઇ શકે છે. આ આઇડીથી આધારની જાણકારી મળી શકશે નહીં. વર્ચ્યુઅલ આઇડીની ખાસ બાબત એ છે કે તેનાથી કોઇપણ સર્વિસ તમારા આધાર ડેટાથી છેડછાડ કરી શકશે નહીં કેમ કે તે લાગુ થતાં જ યૂઝર ખુદ તેનો આધાર જનરેટ કરી શકે છે.

યૂઆઇડીએઆઇની વેબસાઇટ પર જઇને 16 આંકડાનો આ નંબર જનરેટ કરી શકાય છે. કેવી રીતે બનાવશો વર્ચ્યુઅલ આઇડી— આધારની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. આધાર સર્વિસમાં Virtual ID (VID) Generator  પર ક્લિક કરો. અને તમારો વર્ચ્યુઅલ આઇડી તૈયાર થશે.

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

Hemal Vegda
GSTV