ઘણી વાર આપણી સાથે એવી ઘટના બની જાય છે અને તેવામાં આપણા જરૂરી કાગળો પણ ચોરાઈ જતા હોય છે. ઘણી વાર આપણી ભૂલના કારણે પણ કેટલીક વસ્તુ ખોવાઈ જતી હોય છે. આજના સમયમાં જરૂરી કાગળોના લિસ્ટમાં આધાર સૌથી મહત્તવનું છે.

પહેલા તમને જણાવીએ કે તમારું આધારકાર્ડ ખોવાઈ ગયું છે તો નવા આધાર કાર્ડ માટે તમારી પાસે આધારનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોવો જોઈએ. તમારા આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની મદદથી તમે નવું આધાર કાર્ડ મેળવી શકો છો. જો તમારા આધારમાં રજિસ્ટર્ડ તમારો નંબર ચાલુ નથી તો તમે નવું આધાર કાર્ડ કાઢી શકો છો.

સોથી પહેલા ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણની વેબસાઈટ https://uidai.gov.in/hi/ પર જાવ. તેના પછી તમારે ડાબી બાજુ આધાર પ્રાપ્ત કરનારા સેશન્સમાં આધારમાં પુનમુદ્રાનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો અને તમારો આધાર નંબર, સિક્યોરિટી કોડ નાખો અને Request OTP બોક્સ પર ક્લિક કરી દો.

તેના પછી તમારો હાજર મોબાઈલ નંબર નાખો. તેના પછી તમારા મોબાઈલ નંબર પર વેરિફિકેશન માટે એક વન ટાઈમ પાસવર્ડ આવશે, ઓટીપી નાખીને આગળ વધો. તેના પછી તમારે 50 રૂપિયા ઓનલાઈન ભરવાના રહેશે. તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઈંટરનેટ બેંકિંગ અથવા પછી યુપીઆઈ પેમેન્ટની મદદથી પણ પેમેન્ટ કરી શકો છો. બસ તેના પછી તમારા આધાર કાર્ડમાં આપેલા એડ્રેસ પર આધાર કાર્ડ ટપાલ દ્વારા તમારા સુધી પહોંચી જશે.
Read Also
- ન્યોયોર્ક ટાઇમ્સમાં દિલ્હીની શાળાઓના વખાણ છપાયા એ જ દિવસે મનિષ સિસોદિયાને ત્યાં દરોડા
- નેટફ્લિક્સે આપ્યો મોટો ફટકો! સસ્તા પ્લાનમાં નહીં મળે આ જરૂરી ફીચર, યુઝર્સ ગુસ્સે ભરાયા
- જાહેર ક્ષેત્રની બેન્કોનું ખાનગીકરણ જોખમી અને નુકસાનકારક, રિઝર્વ બેન્કની મોદી સરકારને ચેતવણી
- મલાઈકાએ મિત્રો માટે ગ્રાન્ડ પાર્ટીનું કર્યુ આયોજન, આ સેલેબ્સે હાજરી આપીને પાર્ટીમાં લગાવ્યા ચાર ચાંદ!
- સરકાર બનાવવી સરળ છે, પરંતુ રાષ્ટ્રનું નિર્માણ કરવું નહીં… PM નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર કર્યો કટાક્ષ