GSTV

કોઈ ડોક્યુમેન્ટ વગર આધાર સાથે કેવી રીતે લિંક કરાવવો મોબાઈલ નંબર, આટલી સરળ પ્રક્રિયા

આધાર

Last Updated on January 26, 2021 by Sejal Vibhani

દરેક કામ માટે હવે આધારકાર્ડ જરૂરી દસ્તાવેજ બની ગયું છે. જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો આ  સમાચાર તમારા માટે કામના હોય શકે છે. તમારા આધાર કાર્ડનું રજિસ્ટ્રેશન કરાવતા સમયે જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ કરાવ્યો છે તે બંધ થઈ ગયો છે અથવા તો તમે નંબર બદલી નાખ્યો છે તો આ સરળ સ્ટેપ્સ દ્વારા આ કામ ઘર બેઠા કરી શકો છો.

આધાર

UIDIએ પણ આ અંગે જાણકારી આપી છે. જણાવી દઈએ કે, જો તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક નથી તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કોઈ સ્થળે તમે ઓનલાઈન આધાર વેરિફિરેશન કરાવવા માંગો છો તો એવામાં તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોવો જરૂરી છે. કારણ કે તમારા મોબાઈલ નંબર પર તેનો OTP આવે છે.

 આ રીતે રજિસ્ટર્ડ કરો મોબાઈલ નંબર

તમારા આધારમાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારે નજીકના આધાર રજિસ્ટર્ડ સેન્ટર પર જવું પડશે. તમે ઓનલાઈન આ કામ કરી શકશો નહીં. ઓનલાઈન તમે નજીકના આધાર સેન્ટર માટે એપોઈમેન્ટ જરૂર બુક કરાવી શકો છો. સેંટર પર તમે એક ફોર્મ ભરી તમારો મોબાઈલ નંબર લિંક કરાવી શકો છો અથવા બદલી શકો છો. તેના માટે તમારે કોઈ પણ દસ્તાવેજ આપવાની જરૂર નથી.

આધાર સાથે તમારો મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારે આધાર કેન્દ્ર પર 50 રૂપિયા આપવા પડશે. 50 રૂપિયા જમા કરાવ્યા બાદ તમારા મોબાઈલ નંબર પર એક મેસેજ આવેશે. જેમાં આ વાતની પુષ્ટી થશે કે તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરવામાં આવ્યો છે.     

આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો છે જરૂરી

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવવાના અનેક ફાયદા છે. પ્રથમ ફાયદો તો તમને એ છે કે જ્યારે તમે આધાર વેરિફિકેશન કરે છો તો તમારા મોબાઈલ નંબર પર OTP આવે છે. તેનાથી જ તમે વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કરી શકો છો. તમારે તમારો આધાર આપડેટ કરાવવા માટે OTPની જરૂરત હોય છે. એના માટે પણ મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે.

બીજો અને મોટો ફાયદો એ છે કે જો કોઈ વ્યક્તિ તમારા આધારકાર્ડનો દુરુપયોગ કરવાની કોશિશ કરે તો તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે અને તમને જાણ થશે કે તમારા આધાર સાથે કાંઈ ખોટું થઈ રહ્યું છે. આ સાથે જ ઓનલાઈન આધાર ડાઉનલોડ કરવા માટે તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની જરૂર પડશે.

READ ALSO

Related posts

Desi Jugaad : ખેડૂતે ખેતરમાં લગાવ્યું આટલું જબરદસ્ત ઉપકરણ, જોયા પછી તમે પણ બોલી ઉઠશો ‘ક્યા બાત હૈ’

Vishvesh Dave

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari

Adulteration in Cooking Oil : તમારા રસોઈ તેલમાં હોઈ શકે છે આ ઝેરીલી ભેળસેળ , આવી રીતે કરો શુદ્ધતાની કસોટી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!