GSTV
Home » News » 1 મેથી આધાર કાર્ડ વિના પણ ખરીદી શકાશે સિમ કાર્ડ, એક ક્લિકે જાણો નવો નિયમ

1 મેથી આધાર કાર્ડ વિના પણ ખરીદી શકાશે સિમ કાર્ડ, એક ક્લિકે જાણો નવો નિયમ

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ટેલિકોમ કંપનીઓએ એક નવી પ્રણાલી તૈયાર કરી છે જેને એક મેથી લાગુ કરવામાં આવશે. જેની અંતર્ગત ગ્રાહકોને આધાર કાર્ડ વિના સરળતાથી સિમ કાર્ડ મળી જશે. જણાવી દઇએ કે કોર્ટના આદેશ બાદ કંપનીઓ દ્વારા આધાર કાર્ડ વિનાનું કેવાયસી સિસ્ટમ તૈયાર કરી લેવામાં આવી છે.

આટલા કલાકમાં ચાલુ થઇ જશે નંબર

આ સિસ્ટમ અંતર્ગત નવુ સિમ કાર્ડ ખરીદનાર ગ્રાહકનું વેરિફિકેશન કરીને નંબર એકથી બે કલાકની અંદર જ ચાલુ કરી દેવામાં આવશે. હાલ આ પ્રણાલીનું પરીક્ષણ ચાલી રહ્યું છે. જણાવી દઇએ કે એક મેથી કંપનીઓએ નવુ સિમ કાર્ડ આપતા પહેલા ગ્રાહકોનું ડિજિટલ વેરિફિકેશન કરવાનું રહેશે. ટેલિકોમ કંપનીએ જણાવ્યું કે એક દિવસમાં એક આઇડી પર ફક્ત બે જ સિમ કાર્ડ આપી શકાશે. હાલ એક આઇડીથી કુલ નવ સિમ કાર્ડ આપી શકાય છે.

આ રીતે મળશે નવું સિમ કાર્ડ

આ પ્રણાલી હેઠળ તમામ કંપનીઓ માટે એપનું લાઇસન્સ વર્ઝન પોતાના સ્ટોર અથવા રજીસ્ટર્ડ દુકાનદારોને આપવું ફરજિયાત છે. જો તમે કોઇપણ સિમ ખરીદવા માંગતા હોય તો એક મેથી તમારુ અસલ એડ્રેસ અને આઇડી પ્રુફ જેવા જરૂરી દસ્તાવેજો વિક્રેતા પાસે જમા કરાવવાના રહેશે. તે બાદ વિક્રેતા તમારો ફોટો લેશે અને તેને એપમાં રહેલા ડિજિટલ કસ્ટમર ફોર્મમાં અપલોડ કરી દેશે. આ ઉપરાંત લોકેશન, યુનિક આઇડી નંબર, સમય અને તારીખ જેવી જાણકારી પણ એપમાં નાંખવાની રહેશે.

Read Also

Related posts

પેરૂમાં જોરદાર ભૂકંપના ઝાટકા, રિક્ટર સ્કેલ પર 8.0 તીવ્રતા નોંધાઈ

Mansi Patel

રાજકોટ: સુરત અગ્નિકાંડ પછી મનપા તંત્ર જાગ્યુ, 90 ક્લાસીસ બંધ કરાવી અન્યોને નોટીસ પાઠવાઇ

Riyaz Parmar

GSTની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા નવી સરકાર ભરશે આ પગલા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!