GSTV

ટ્રમ્પના રૂટ પર અમદાવાદીઓ ઉભા પણ નહીં રહી શકે, જોવા માટે પણ પોલીસે ઘડ્યા છે આ નિયમો

આગામી 24 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી અમદાવાદના મહેમાન બની રહ્યા છે. જે દરમ્યાન તેઓ મેગા રોડ-શો યોજશે. પરંતુ જો તમારે ટ્રમ્પના રૂટ પરના રોડ પર ફક્ત ઉભું રહેવું હશે તો તેના માટે પણ આધારકાર્ડ ફરજીયાત કરવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનરે આ અંગે સત્તાવાર આદેશ બહાર પાડ્યો છે. જે અંતર્ગત જે લોકોએ રોડ શો નિહાળવો હોય તેઓએ પોલીસે બનાવેલા આઈકાર્ડ પહેરીને શો જોવાનો રહેશે.

સુભાષ બ્રિજ કલેક્ટર ઓફિસ સામે આવેલી સોસાયટીઓમાં પોલીસ કમિશનર ઓફિસ તરફથી આપેલી સૂચના મુજબ 24 ફેબ્રુઆરીએ બંને મહેમાનોનો રોડ શો યોજાય ત્યારે રોડ શો જોવા આધારકાર્ડની ઝેરોક્ષ અને મોબાઈલ નંબર આપવાનો રહેશે. જે બાદ પોલીસ કમિશનર ઓફિસથી આઈકાર્ડ આપવામાં આવશે.

આ આઈકાર્ડવાળી વ્યક્તિ જ સોસાયટીની બહાર રોડ શો માટે ઉભી રહી શકશે. આ ઉપરાંત 24 ફેબ્રુઆરીએ બહારના કોઈપણ વ્યક્તિએ પોતાનું ટુ વ્હીલર કે ફોર વ્હીલરને સોસાયટીમાં પાર્ક નહીં કરવા જણાવ્યું છે. આ મામલે અમદાવાદની કલેક્ટર કચેરીની સામે આવેલી ઘનશ્યામનગર સોસાયટીના નોટિસ બોર્ડ પર લખવામાં આવ્યું હતું.

કે જેમને પણ રોડ શો જોવાની ઈચ્છા હોય તેમણે આધારકાર્ડની ઝેરોક્ષ આપીને પાસ લઈ જવા વિનંતી અને નીચે એવું પણ લખાવામાં આવ્યું હતું કે આ સૂચના પોલીસ કમિશનરના આદેશથી આપવામાં આવી છે. જો, કે બાદમાં કલેક્ટર અને પોલીસના કાફલાએ પહોચી જઈને નોટિસ બોર્ડ ભૂસાવ્યું હતું.

Read Also

Related posts

લોકડાઉનમાં ભૂખ્યાને વારે આવ્યો જેતપુરનો સિંધી સમાજ, દરરોજ આટલા ગરીબોની ઠારે છે આંતરડી

Ankita Trada

દાહોદના રેબારી ગામમાં બે બાળ દિપડા પાંજરે પૂરાયા, ગ્રામજનોએ લીધો રાહતોનો શ્વાસ

Ankita Trada

પાટણમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સિદ્ધપુરની સોસાયટીને પણ સેનિટાઈઝ કરાઈ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!