GSTV
Finance Trending

ફક્ત આ 4 સરળ સ્ટેપ અપનાવી તુરંત વેરિફાઈ કરો આધાર, ઓનલાઈન ફ્રોડથી કાયમ માટે મળી જશે છુટકારો

આધાર

આધુનિક ટેકનોલોજીના જમાનામાં ઈન્ટરનેટ અને સ્માર્ટ ફોનનું ચલણ વધ્યા પછી ઓનલાઈન ટ્રાન્જેક્શનો વધી ગયા છે. ઓનલાઈન ટ્રાન્જેક્શનમાં આધારકાર્ડની પણ એટલી જ જરૂરિયાત બની ગઈ છે. આધાર વગર નાણાંકીય ટ્રાન્જેક્શનોમાં મુશ્કેલી પેદા થાય છે. બેંક ખાતા સાથે આધાર લિંક કરાવેલું હોય તો ખૂબજ ઝડપથી નાણાંકીય વ્યવહારો થઈ શકે છે. આ માટે તમારે કોઈપણ સંજોગોમાં આધારકાર્ડની ચકાસણી કરવી પડશે. એવું એટલા માટે કરવું પડે કારણ કે 12 અંકની તમામ સંખ્યાઓ આધાર નથી હોતા. ઘણી વખત આવા 12 અંકોના નામે પણ તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. એટલા માટે પહેલા તેની ચકાસણી કરો જેથી કરીને કોઈ છેતરપિંડીનો ભોગ ના બનવું પડે. UIDAIએ પણ કહ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઓળખ કાર્ડ તરીકે આધાર આપે તો પહેલા તેની ચકાસણી કરવી જોઈએ.

aadhar

આધાર આજના યુગમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેનો ઉપયોગ ઓળખ, સરનામું અને ઉંમરના પુરાવા માટે પણ થાય છે. ઘણી સરકારી સેવાઓમાં આધારકાર્ડ આપવું ફરજિયાત છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા આધાર વેરિફિકેશન સૌથી મહત્વની બાબત બની ગઈ છે. વેરિફિકેશનની એક ખાસ પદ્ધતિ થકી ખ્યાલ આવી જાય છે કે 12 અંકનો નંબર સાચો આધાર છે કે પછી નકલી છે. UIDAIની અધિકૃત વેબસાઈટે આધાર કાર્ડનું ઓનલાઈન વેરિફિકેશન સરળ બનાવ્યું છે.

આધાર નંબર ઓળખ કાર્ડ તરીકે સબમિટ કરે તો તેની ખરાઈ કરવી

જ્યારે પણ આધાર કાર્ડ ધારક પોતાનો આધાર નંબર ઓળખ કાર્ડ તરીકે સબમિટ કરે છે, ત્યારે પહેલા તેની ખરાઈ કરવી જોઈએ. જો કોઈ તમને પુરાવા માટે કોઈ આધાર આપે છે, તો તમે એ પણ ચકાસી શકો છો કે નંબર સાચો છે કે નહીં. તમે ઘણા હેતુઓ માટે આધારનો ઉપયોગ કરી શકો છો. જેમ કે ટેક્સ ફાઇલિંગમાં, પાન કાર્ડ બનાવવા અથવા ઘણા પ્રકારના નાણાકીય વ્યવહારોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આધારની ચકાસણી કેવી રીતે કરવી

  • સૌથી પહેલા UIDAI વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ
  • ‘My Aadhaar’ માં જઈને આધાર સર્વિસિસમાં વેરિફાઈ ઈન આધાર નંબર પર ક્લિક કરો. અથવા તો ડાયરેક્ટ લિંક https://myaadhaar.uidai.gov.in/verifyAadhaar પર ક્લિક કરો.
  • જે આધાર નંબરને વેરિફાઈ કરવા ઈચ્છો છો તેને દાખલ કરો. સાથે કેપ્ચા કોડ પણ નાંખો.
  • હવે પ્રોસેસ એન્ડ વેરિફાઈ આધાર પર ક્લિક કરો.
  • આગળના પેજ પર તમને લખેલું જોવા મળશે. આધાર વેરિફિકેશન કમ્પ્લીટેડ.

આ સાથે તમને ઉંમર, લિંગ, રાજ્ય અને મોબાઈલ નંબરના 3 અંકો જોવા મળશે. ઘણી વખત પ્રયત્નો કર્યા પછી પણ જો આધાર નંબર વેરિફાઈ નથી કરી શકતા તો વેબસાઈટ ઉપર લખીને આવશે કે આધાર નંબર કાર્યરત નથી. આવી સ્થિતિમાં, તેને ફરીથી સક્રિય કરવા તમારે નજીકના એરોલમેન્ટ સેન્ટર કહેતાં આધાર નોંધણી કેન્દ્ર પર કેટલાક જરૂરી દસ્તાવેજો સબમિટ કરાવવા પડશે. તે પછીથી તમારું આધાર એક્ટિવ થશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સાવધાન/ ફોનમાં છુપાઈને તમારી જાસૂસી કરી રહી છે આ એપ! ગૂગલે કહ્યું- ‘હમણાં જ કરી દો Delete’

Damini Patel

Good News/ કપૂર ખાનદાનમાં આવવાનો છે નાનો સભ્ય, આલિયા ભટ્ટે આપી ખુશખબર

Damini Patel

પોસ્ટ ઓફિસની ધાંસૂ સ્કીમ! 10 વર્ષથી મોટા બાળકોનું ખોલાવો ખાતુ, દર મહિને મળશે 2500 રૂપિયા

Karan
GSTV