GSTV

પ્રોવિડન્ટ ફંડ ઉપરાંત ટૂંક સમયમાં ESI સાથે પણ આધાર લિંક થશે આવશ્યક! 10 કરોડ લોકોને થશે લાભ

Last Updated on June 22, 2021 by Zainul Ansari

સરકાર આધારનું કાર્ય ઈપીએફઓથી વધારી બીજા કેટલાક કાર્ય સુધી કરી શકે છે. આ કાર્ય સામાજિક સુરક્ષા સાથે જોડાયેલા નવા લેબર કોડ હેઠળ થઈ શકે છે. આ કોડ દ્વારા ઓપચારિક ક્ષેત્રના મોટાભાગના કર્મચારીઓને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવાના છે. તાજેતરના નિયમ મુજબ કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) તેના સબ્સક્રાઇબરની માહિતી આધાર પર લખેલા નામ, જન્મ તારીખ અને વય અનુસાર મેચ કરશે. એટલે કે હવે આધાર અને ઇપીએફઓમાં આપવામાં આવેલી માહિતી એકબીજા સાથે મળવી જોઈએ, તો જ પીએફ ધારકોને તેની સુવિધા મળી શકશે. આ માટે પીએફ એકાઉન્ટને આધાર સાથે જોડવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

epfo

ઇપીએફઓની જેમ એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન (ઇએસઆઈસી) માટે પણ આધારનું નિયમ જરૂરી બની શકે. અધિકારીઓના જણાવ્યા મુજબ આધાર માન્યતાને ફરજિયાત બનાવવાથી પેરોલ ફ્રોડમાં ભારે ઘટાડો થશે. એવી પણ ઘટનાઓ છે કે પીએફ એકાઉન્ટ કોઈ બીજાનું છે જ્યારે પૈસા કોઈ બીજા ઉપારી લે છે. EPFO અથવા ESIના રૂપિયા લેવા માટે આધાર વેલિડેશન આવશ્યક થવાથી ગ્રાહકની માહિતી મેળ ખાશે. આ સ્થિતિમાં ફંડની છેતરપિંડી અટકશે અને માત્ર યોગ્ય લોકો રૂપિયા ઉપાડી શકશે. તમે જે કંપનીમાં કામ કરો છો, તે કંપની આધાર મેચ કર્યા વગર ઇપીએફ અને ઇએસઆઈ ડ્યૂઝ જમા કરાવી શકશે નહીં. આ વાત એક બિઝનેસ સમાચાર પત્રમાં કહેવામાં આવી છે.

EPFO અને ESIમાં કેટલા કર્મચારી

અત્યારે EPFO સાથે 20 કરોડથી વધુ કર્મચારી જ્યારે ESI સાથે 10 કરોડથી વધુ વર્કર જોડાયેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે EPFOમાં આધાર વેલિડેશન લાગૂ થયા પછી અન્ય સેવાઓમાં પણ અમલમાં લાવી શકાય છે. રિપોર્ટ મુજબ પ્રવાસી મજૂર અને અન્ય મજૂરોનો એક મોટો સમૂહ ESIC સામાજિક સુરક્ષાના દાયરામાં આવી જશે, કારણ કે તેમના આધારને ESIC માં ઉમેરવામાં આવશે.

કોને મળશે લાભ

ESIC હેઠળ સામાજિક સુરક્ષાના દાયરામાં ઇન્ડસ્ટ્રીયલ અને મ્યૂનિસિપલ વર્કર્સ જ આવે છે. પરંતુ બાદમાં આધાર વેલિડેશન થવાથી સામાજિક સુરક્ષાના દાયરામાં પ્રવાસી શ્રમિક પણ આવી જશે. તેનાથી લોકોના એક મોટા સમૂહને લાભ પહોંચાડી શકાય છે.

કોરોના

સુવિધાઓ વધી જશે

EPFOમાં અત્યારે અંદાજે 6 કરોડ એક્ટિવ સબ્સક્રાઇબર છે. આ સંગઠન અંદાજે 14 ટ્રિલિયન રૂપિયાના રિટાયરમેન્ટ ફંડને સંભાળે છે. ESICમાં 3.5 કરોડ ઇન્શ્યોર્ડ કર્મચારી છે. અંદાજે 1.3 કરોડ લોકો જેમા ESIC કર્મચારીઓના પરિવારના લોકો પણ સામેલ છે, ESICનો લાભ લે છે. આ લોકોને હેલ્થકેરની સુવિધા મળે છે. ESIC તેના કર્મચારીઓને મૃત્યુ વિમા, અપંગતા વીમો અને બેરોજગારી લાભો પણ પ્રદાન કરે છે. ESICના પ્રવક્તાનું કહેવું છે કે આધાર માન્યતા માટે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી, પરંતુ લોકોને તેમાં જોડાવવાના નિર્દેશ આપવામાં આવ્યો છે. જો ESICને આધાર સાથે જોડવામાં આવે છે, તો યોજનામાં થતી ગેરરીતિઓ બંધ થઈ જશે અને સુવિધાઓમાં હેરાફેરી પર રોક લાગી શકે છે.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!