GSTV
Home » News » આધાર: બાયોમેટ્રિક ઑથિંટિકેશન પ્રક્રિયા ખામી

આધાર: બાયોમેટ્રિક ઑથિંટિકેશન પ્રક્રિયા ખામી

આધાર કાર્ડની અનિવાર્યતાને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલતી સુનાવણીમાં UIDAIના સીઈઓએ પોતાની વાત રજૂ કરી હતી.જેમાં તેમણે આધારની વ્યવસ્થામાં કેટલીક ખામીઓનો સ્વીકાર કર્યો હતો. અજય ભૂષણ પાંડેએ કહ્યુ છે કે, આધાર દ્વારા 100 ટકા સફળ ઓથેટિકેશન સંભવ નથી..તેઓએ તેના દ્વારા બોયોમેટ્રિક ઓથેટિકેશન સિવાય અન્ય વિકલ્પ પણ તૈયાર કરવા કહ્યું છે.

 

અજય પાંડેએ કહ્યું કે, અમે સમય સમયે સરકારને માહિતગાર કર્યા છે કે, બાયોમેટ્રિક સિવાય અન્ય એક વિકલ્પ પણ તૈયાર કરવામાં આવે જેનાથી આધારનું ઓથેટિકેશન કરવું સરળ હોય. તેઓએ કહ્યુ કે ઈન્ટરનેટ અને મશીન સાથે ક્યાર ગમે તે મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. તેનાથી વ્યક્તિના બાયોમેટ્રેકિસ મેચ થવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે. તેવામાં જરૂરી છે કે, અન્ય કોઈ વ્યવસ્થા વિકસાવવી. અજય પાંડેએ સુપ્રીમ કોર્ટને કહ્યુ કે, જો કોઈ પાસે આધાર નથી તો કોઈને પણ જરૂરી સેવાનો લાભ આપવાથી ઈન્કાર કરી ન શકાય.

આ પહેલા સરકારે આધારના ટેકનિકલ પાસાઓની જાણકારી આપવા માટે કોર્ટ પાસે અનુમતિ માગી હતી. પાંચ જજોના સંવિધાન પીઠ આ મામલે સુનવણી કરી રહ્યા છે, જેની આગેવાહી ચીફ જસ્ટિસ દીપક મિશ્રા કરી રહ્યા છે.

કોર્ટમાં બે સ્ક્રીન લાગવામાં આવશે અને યૂઆઈડીએઆઈને સીઈઓ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કોર્ટને આધારના દરેક પહેલું વિશે જણાવશે. ૪ કલાકની જગ્યા પર આ પ્રોજેક્ટ ૧ કલાકમાં સમજવાનો દાવો પણ સીઈઓ દ્વારા કરવામાં આવ્યો છે. યૂઆઈડીએઆઈના ઓફિસર આ મુદ્દે જજ અને યાચિકાકરતાઓની દરેક શંકાને દૂર કરશે.  

 

Related posts

રસ્તા પર ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર લાગશે રોક, જાણો વિગતો…

Path Shah

અમદાવાદથી 13 ફલાઇટો મોડી પડતા મુસાફરો અટવાયા

Path Shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!