GSTV
Business Trending

કામની વાત! આધાર કાર્ડને અપડેટ કરાવતા લેવાય છે બહોળો ચાર્જ, આવો અનુભવ તમને પણ થાય તો અહિં નોંધાવો ફરિયાદ

આજના સમયમાં સામાન્ય માણસનો અધિકાર એવું આધાર કાર્ડ સૌથી મહત્વનું  દસ્તાવેજ બની ગયું છે. દેશમાં દરેક જગ્યાએ આઈડી પ્રૂફ માટે આધાર કાર્ડ જરૂરી બની ગયું છે. સરકારી યોજનાથી લઈને બેંક ખાતું ખોલાવવા સુધી, આવકવેરા રિટર્ન ભરવાથી લઈને આવકવેરા ભરવા સુધી, મુસાફરી દરમિયાન પણ આ બધા જ સ્થળોએ આધાર જરૂરી છે. ઉપરાંત બાળકોના સ્કૂલમાં એડમિશનમાં પણ આઈડી પ્રૂફ તરીકે આધારનો જ ઉપયોગ કરવામાં આવે છે. તેની વધતી જતી ઉપયોગિતાને કારણે તેને અપડેટ રાખવું ખૂબ જ જરૂરી થઈ ગયુ છે. ઘણી વખત લોકો નોકરી બદલવાની સાથે પોતાનું શહેર પણ બદલી નાખે છે. આવી સ્થિતિમાં સાચા એડ્રેસ પ્રૂફ માટે આધારમાં એડ્રેસ અપડેટ કરવું ઘણું જરૂરી છે. તે જ સમયે, આધાર બનાવતી વખતે ખોટી માહિતી પણ દાખલ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આધાર અપડેટ કરવું જરૂરી બની જાય છે.

UIDAI આધાર કાર્ડ ધારકોને આપે છે સુવિધા

UIDAI તેના તમામ આધાર કાર્ડ ધારકોને આધાર અપડેટ કરવાની તમામ સુવિધા પૂરી પાડે છે. તમે આધારમાં તમામ પ્રકારની ઈન્ફોર્મેશન જેમ કે નામ, મોબાઈલ નંબર, લિંગ, બાયોમેટ્રિક વિગતો વગેરે અપડેટ કરી શકો છો. તમે તેને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકો છો. જો તમે કોઈપણ આધાર કેન્દ્ર પર આધારની વિગતો અપડેટ કરવાના છો, તો જાણો દરેક માહિતી અપડેટ કરવા માટે તમારી પાસેથી કેટલીક ફી પણ વસુલ કરવામાં આવી શકે છે.

જો કોઈ વ્યક્તિ અમુક નિયત ફી કરતાં વધુ પૈસા માંગે છે, તો આવી સ્થિતિમાં તમે uidai.gov.in પર મેઇલ કરીને અથવા 1947 નંબર પર કૉલ કરીને પોતાની ફરિયાદ નોંધાવી શકો છો. ચાલો અમે તમને આધાર વિગતો અપડેટ કરવા માટે લેવામાં આવતી ફી વિશે જાણકારી આપીએ

  • આધાર નોંધણી માટે તમારે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં.
  • બાયોમેટ્રિક અપડેટ માટે 100 રૂપિયાની ફી ચૂકવવી પડશે.
  • બાળકોના બાયોમેટ્રિક અપડેટ માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
  • તમારી વસ્તી વિષયક વિગતો જેમ કે નામ, લિંગ, જન્મ તારીખ તથા ઘરનું સરનામું બદલવા માટે તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે.
  • જો તમે ઇચ્છો તો, UIDAI દ્વારા બારકોડ સ્કેન કરીને, તમે આધાર અપડેટ ફી વિશે માહિતી મેળવી શકો છો.

તમને જણાવી દઈએ કે UIDAI હવે પાસપોર્ટ સેવા કેન્દ્રના સ્થાન પર આધાર સેવા કેન્દ્રમાં એપોઇન્ટમેન્ટની સુવિધા પણ પૂરી પાડી રહ્યું છે. જો તમે પણ આધાર કેન્દ્રની એપોઈન્ટમેન્ટ લેવા ઈચ્છો છો, તો તમે UIDAIની સત્તાવાર વેબસાઈટ પર જઈને આધાર કેન્દ્રની એપોઈન્ટમેન્ટ પણ લઈ શકો છો.

READ ALSO

Related posts

બે લોકોએ મળીને ક્રાઉડ ફંડિંગની મદદથી ખરીદ્યો એક દેશ, આ રીતે તમે પણ મેળવી શકો છો નાગરિકતા

Hemal Vegda

યુ.પી: સંભલમાં રામલીલાના મંચ પર અશ્લીલતા, બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતી જોવા મળી બાર ડાન્સર, વીડિયો વાયરલ થતા કેસ દાખલ

HARSHAD PATEL

શું એલન Alon Musk-Twitterની ડીલ થઈ શકે છે પાક્કી? મસ્કના લેટર અંગે ટ્વિટરે આપ્યું આ રિએક્શન

Hemal Vegda
GSTV