GSTV
Business Trending

જો તમારી પાસે પણ આવું આધાર કાર્ડ હોય તો ચેતી જજો, ચૂકવવી પડશે ભારે કિંમત

aadhar card

જો તમે પણ તમારા આધાર કાર્ડનું લેમિનેશન કરાવ્યું હોય અથવા તો પ્લાસ્ટિક સ્માર્ટ કાર્ડ તરીકે તેનો ઉપયોગ કરી રહ્યાં હોય તો સચેત થઇ જાઓ. આમ કરવાથી તમારા આધાર કાર્ડનો ક્યૂઆર કોડ કામ કરવાનું બંધ કરી શકે છે અથવા તો તમારી પર્સનલ ડિટેઇલ્સ ચોરી થઇ શકે છે. યૂનિક આઇડેંટીફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા એટલે કે UIDAI એ તેના ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે.

UIDAIએ જણાવ્યું કે પ્લાસ્ટિક આધાર કાર્ડના ઉપયોગથી ડેટા લીક થવાની શક્યતા પણ રહે છે. UIDAIએ જણાવ્યા અનુસાર લોકો સાધારણ પેપર પર આધાર ડાઉનલોડ કરો અથવા તો mAadhaarનો ઉપયોગ કરો.

ડાઉનલોડેડ વર્ઝન સંપૂર્ણ રીતે માન્ય

UIDAIએ જણાવ્યા અનુસાર, આધાર લેટર, તેનું કટઅવે પોર્શન, સાધારણ કાગળ પર ડાઉનલોડેડ વર્ઝન અ mAadhaar પૂરી રીતે માન્ય છે.

ભૂલથી પણ ન કરો સ્માર્ટ કાર્ડનો ઉપયોગ

UIDAIએ જણાવ્યા અનુસાર પ્લાસ્ટિક અથવા પીવીસી આધાર સ્માર્ટકાર્ડ બિન જરૂરી હોય છે. તેનું કારણ એ છે કે ક્વિક રિસ્પોન્સ કોડ સામાન્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે. આ પ્રકારની બિન-અધિકૃત પ્રિન્ટિંગથી ક્યૂઆર કોડ કામ કરવાનું બંધ કરી શકે છે.

તમારી ડિટેલ શેર ન કરો

UIDAIએ લોકોને આ વાતથી સચેત કર્યા છે કે તે પોતાનો આધાર નંબર અને પર્સનલ ડિટેલ્સ કોઇ પણ અનાધિકૃત એજન્સી સાથે શેર ન કરો. તેને લેમિનેટ અથવા તો પ્લાસ્ટિક કાર્ડ પર પ્રિન્ટ કરાવતી વખતે પણ તેમ ન કરો.

Read Also

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV