GSTV

કામની વાત: આધાર કાર્ડને લઈને UIDAIએ આપી આ મહત્વની જાણકારી, ફટાફટ ચેક કરી જે પણ સુધારા કરવાના હોય તે કરી દેજો

Last Updated on June 19, 2021 by Pravin Makwana

જો તમે આધારકાર્ડ હોલ્ડર છો, તો આપના માટે આ સમાચાર અતિ મહત્વના છે. આપ આપના આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે સક્ષમ છો. આધાર કાર્ડમાં અપડેટ સાથે જોડાયેલા અમુક કામ એવા છે, જેને UIDAIની સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન સરળતાથી આપ કરી શકો છો. આ બાબતની જાણકારી Unique Identification Authority of India (UIDAI) એ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. તો આવો જાણીએ આધાર કાર્ડમાં કેવી રીતે સરનામુ અપડેટ કરવું.

Aadhaar Card Address Change

  • સૌથી પહેલા આપ UIDAIની સત્તાવાર વેબસાઈટ uidai.gov.inને પોતાના કમ્પ્યુટર અથવા મોબાઈલ પર ઓપન કરો.
  • ત્યાર બાદ આપ હોમપેજ પર MY Aadhaar સેક્શન નજરે પડશે તેમા જવાનું રહેશે.
  • અહીં પર આપને Update Your Aadhaar કોલમ નજર આવશે, તેમાં Update Demographics Data Online પર ક્લિક કરવાનું રહેશે.
  • જેવુ આપ આ ઓપ્શન પર ક્લિક કરશો, આપની સામે UIDAIનું સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ ssup.uidai.gov.in ખુલી જશે.
  • અહીં આપ Proceed to Update Aadhaar ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.જેવું આપ ઓપ્શન પર ક્લિક કરશો, તેવુ આપની પાસે Aadhaar Card Number અને કેપ્ચા કોડ નાખવાનું કહેશે. ત્યાર બાદ રજીસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, ઓટીપી નાખીને સબમિટ કરો.
  • ઓટોપી નાખ્યા બાદ આપની સામે એક નવુ પેજ ઓપન થઈ જશે અને આપને બે ઓપ્શન નજર આવશે. આપ Update Demographics Data પર ક્લિક કરી દો.
  • ત્યાર બાદ આપને એડ્રેસ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. નીચે આપને લખાયેલુ નજર આવશે કે, આપના વેલિડ દસ્તાવેજની સ્કૈન કોપી સબમિટ કરવાની જરૂર છે. ત્યાર બાદ પ્રોસેસ પર ક્લિક કરો.
  • ત્યાર બાદ આપને આપનું જૂનૂ સરનામું નજરે પડશે અને નીચે અમુક જાણકારી ભરવાની રહેશે. સાથે જ વેલિડ દસ્તાવેજને પણ અપલોડ કરવાનો રહેશે. ત્યાર બાદ આપ Preview કરીને જોઈ પણ શકશો.
  • પ્રીવ્યુ કર્યા બાદ જ્યારે આપ ફાઈનલ સબમિટ કરી દેશો, ત્યારે આપને અપડેટ રિક્વેસ્ટ નંબર એટલે કે, URN આપવામાં આવશે. તેની મદદથી આપ UIDAIની વેબસાઈટ પર સ્ટેટસ ચેક કરી શકશો.

આપને જણાવી દઈએ કે, કેટલીય વાર એક શહેરથી બીજા શહેર એમ કેટલીય જગ્યાએ લોકો શિફ્ટ થતાં હોય છે. પહેલા આધાર કાર્ડમાં સુધારા કરવા માટે કેટલાય લોકો લાઈનોમાં લાગતા હતાં. પણ હવે આ કામ ઓનલાઈન રીતે સરળતાથી કરી શકો છો.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!