આધાર કાર્ડ ધારકો માટે સારી ખબર. યુનિક આઇડેન્ટિફિકેશન અથોરીટી ઓ ઇન્ડિયા(UIDAI) દેશ ભરમાં 166 સ્ટેન્ડઅલોન આધાર એન્ટ્રોલમેન્ટ અને અપડેટ સેન્ટર ખોલવાની તૈયારી રહ્યું છે. UIDAIએ નિવેદન જારી કરતા આ વાતની જાણકારી આપી છે. હાલ 166 આધાર સેવા કેન્દ્ર(ASKs)માંથી 55 પરિચાલનમાં છે. એ ઉપરાંત બેંકો, પોસ્ટ ઓફિસ તથા રાજ્ય સરકારો દ્વારા 52000 આધાર નામાંકન કેન્દ્રોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
UIDAIએ જારી કર્યું નિવેદન
UIDAI તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુઆઈડીએઆઈની યોજના 122 શહેરોમાં 166 એકલ આધાર એનરોલમેન્ટ અને અપડેટ સેન્ટર ખોલવાની છે. તમને જણાવી દઈએ કે આધાર સેવા કેન્દ્રોને સપ્તાહના સાત દિવસ ખોલવામાં આવે છે. આધાર કેન્દ્રોએ દિવ્યાંગ વ્યક્તિઓ સહીત 70 લાખ લોકોની જરૂરતને પુરી કરવામાં આવે છે.

નોંધણી અને અપડેટ કરવાની ક્ષમતા
મોડલ Aના આધાર સેવા કેન્દ્રો(Model-A ASKs) દરરોજ 1,000 નોંધણી અને અપડેટ વિનંતીઓને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. તે જ સમયે, Model-B ASKs 500 અને Model-C ASKs 250 પાસે નોંધણી અને અપડેટની વિનંતીઓને પૂર્ણ કરવાની ક્ષમતા છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં UIDAIએ 130.9 કરોડ લોકોને આધાર નંબર આપ્યો છે.
આધાર સેવા કેન્દ્ર પ્રા.માં ઉપલબ્ધ નથી.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આધાર સેવા કેન્દ્ર પ્રાઇવેટમાં ઉપલબ્ધ નથી. એટલે કે આધાર સેવાઓ ફક્ત બેંકો, પોસ્ટ ઓફિસો, કોમન સર્વિસ સેન્ટર (CSC), રાજ્ય સરકારના અધિકારીઓની ઓફિસ અને UIDAI દ્વારા સંચાલિત આધાર સેવા કેન્દ્રમાં ઉપલબ્ધ છે. જો તમને આ વિશે વધુ માહિતી જોઈતી હોય, તો તમે તેને રાજ્ય સરકારના સ્થાનિક અધિકારીઓ પાસેથી મેળવી શકો છો. (જેના હેઠળ આધાર કેન્દ્રો ચાલી રહ્યા છે).

ઈન્ટરનેટ કેફે વાળા કરી શકે છે આ કામ
ઈન્ટરનેટ કેફે આધાર સંબંધિત એ જ સેવાઓ પ્રદાન કરે છે, જે UIDAI સામાન્ય માણસને આપે છે. આધાર કાર્ડમાં માત્ર નામ, સરનામું, જન્મતારીખ કે અન્ય વિગતો સુધારવા, ફોટો બદલવા, પીવીસી કાર્ડ પ્રિન્ટ કરાવવા, સામાન્ય આધાર કાર્ડ માંગવા વગેરેની સુવિધા ઉપલબ્ધ છે.
આધારમાં કોઈપણ સુધારા અથવા PVC કાર્ડ મેળવવા માટે UIDAI દ્વારા નિર્ધારિત ફી રૂ. 50 છે પરંતુ, કાફે રૂ. 70 થી રૂ. 100 ચાર્જ કરે છે. આ રીતે તે આવા કામોના 30 થી 50 અથવા તો 100 રૂપિયા પણ કમાય છે.
Read Also
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો