GSTV

અગત્યની વાત / આધારને લગતું આ કામ તરત જ કરી લો, નહીં તો ભરવો પડશે ભારે દંડ; બધા યુઝર્સ પર લાગુ

Last Updated on December 5, 2021 by Vishvesh Dave

31 માર્ચ, 2022 સુધીમાં પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. જો તમે અત્યાર સુધી PAN ને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો 31 માર્ચ 2022 પહેલા કરી લો નહીં તો તમારે 1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ નિયમ કલમ 234H (આવક વેરા અધિનિયમ 1961માં ઉમેરવામાં આવ્યો છે) ના કારણે બન્યો છે. સરકારે તેને 23 માર્ચે લોકસભામાં પસાર કરાયેલ ફાઇનાન્સ બિલ 2021 હેઠળ પસાર કર્યું છે. અગાઉ તેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી.

સરકારે આપી ડેડ લાઈન

સરકારે આ માટે છેલ્લી તારીખ 31 માર્ચ 2022 રાખી છે. જો તમે નિર્ધારિત તારીખ (Pan Aadhaar Link Last Date) પહેલા તમારા આધારને PAN સાથે લિંક નહીં કરો, તો તમારે આ માટે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. ચાલો તમને જણાવીએ કે આધારને PAN (Pan-Aadhaar Link Status) સાથે કેવી રીતે લિંક કરવું. આટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ છેલ્લી તારીખ સુધી તેના PAN ને આધાર સાથે લિંક નહીં કરે તો તેનો PAN નકામો થઈ જશે.

ઘરે બેઠા આવી રીતે કરો PAN Card Aadhaar Card Link

  1. જો તમે તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક કર્યું છે, તો તમે તમારી સ્થિતિ ચકાસી શકો છો.
  2. સૌ પ્રથમ તમે આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ , હવે નવી વેબસાઇટ https://www.incometax.gov.in/iec/foportal .
  3. અહીં નીચે ‘Link Aadhaar’ વિકલ્પ પર ક્લિક કરો
  4. તમારું સ્ટેટસ જોવા માટે ‘Click here” પર ક્લિક કરો.
  5. હવે અહીં તમે તમારા આધાર અને પાન કાર્ડની વિગતો ભરો.
  6. જો તમારું PAN કાર્ડ પહેલેથી જ આધાર કાર્ડ સાથે લિંક છે, તો તમે જોશો કે તમારું PAN આધાર નંબર સાથે લિંક થયેલું છે.
  7. પરંતુ જો તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવામાં આવ્યું નથી તો તમે આ લિંક https://www.incometaxindiaefiling.gov.in/home પર ક્લિક કરી શકો છો.
  8. હવે તમે Link Aadhaar પર ક્લિક કરો.
  9. હવે તમે તમારી વિગતો અહીં ભરો.
  10. આ પછી તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે.

મેસેજ મોકલીને પણ કરી શકો છો લિંક

જો તમારી પાસે સ્માર્ટફોન કે લેપટોપ નથી, તો તમે SMS મોકલીને PAN અને આધાર કાર્ડને પણ લિંક કરી શકો છો. SMS સેવાનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા નોંધાયેલા નંબર પરથી UIDPAN <12-અંકનો આધાર> <10-અંકનો PAN> લખીને 567678 અથવા 561561 પર SMS મોકલવાની જરૂર છે. આ કર્યા પછી, તમને મેસેજ દ્વારા જ લિંક થયાની માહિતી મળશે.

ALLSO READ

Related posts

આરોગ્ય અધિકારીઓએ આપી ચેતવણી, ઘનિષ્ઠ વસ્તીવાળા વિભાગોમાં ઝડપભેર ફેલાશે કોરોના મહામારીનો વ્યાપ

GSTV Web Desk

પંજાબ ચૂંટણી / સિદ્ધૂ અને ચન્ની વચ્ચે ઝગડો, પછી ED ની રેડ: કેવી રીતે બેકફૂટ પર આવી રહી છે કોંગ્રેસ?

GSTV Web Desk

એક મહિલા પેસેન્જરની જીદના કારણે ૧૨૯ મુસાફરોની વિમાનયાત્રા થઈ રદ્, માસ્ક પહેરવાનો સ્પષ્ટપણે કરી દીધો ઈનકાર

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!