આધારકાર્ડ આજના સમયમાં સૌથી જરૂરી દસ્તાવેજમાંથી એક છે. એના વગર જરૂરી કામ સંભવ નથી, આ કારણે આજના સમયમાં માં-બાપ નવજાત બાળકોના આધારકાર્ડ બનાવડાવે છે. આધારે પણ એના માટે સુવિધા આપી છે. આધારે ટ્વીટ કરી જણાવ્યું કે આધાર હવે કોઈના પણ બની શકે છે. અહીં સુધી કે નવજાત બાળકોના પણ બની શકે છે. એ માટે જરૂરી દસ્તાવેજોની જરૂરત હોય છે અને એમના બાળકોનો આધાર બની જાય છે.
બાળકનો આધાર કાર્ડ શા માટે જરૂરી
બાળકો માટે જો કોઈ સરકારી યોજનાનો લાભ લઇ રહ્યા છે પછી એમનું સ્કૂલમાં એડમિશન કરાવવા માટે, આજકાલ જરૂરી થઇ ગયું છે. સુકન્યા સમૃદ્ધિ યોજના માટે આધારની જરૂરત પડે છે.

આધારકાર્ડ માટે જરૂરી દસ્તાવેજ
UIDAIએ ટ્વિટર અકાઉન્ટ દ્વારા જાણકારી આપી કે, તમે 1 દિવસના નવજાતનુ પણ આધારકાર્ડ બનાવી શકો છો. તમારે માત્ર બાળકના જન્મનું પ્રમાણપત્ર લેવાનું છે. જે હૉસ્પિટલમાંથી મળે છે. તેની સાથે માતા અથવા પિતામાંથી કોઈપણ એકનું આધારકાર્ડ આપવાનું રહેશે. ત્યરબાદ કામ પૂર્ણ થશે.
નવજાતનો બાયોમેટ્રિક લેવામાં આવતો નથી

જે હૉસ્પિટલમાં બાળકનો જન્મ થયો છે. તમારે તે હૉસ્પિટલનું સૈથી પહેલા બાળકાનું બર્થ સર્ટિફિકેટ લેવાનું રહેશે. કેટલીક હોસ્પિટલ જાતે જ નવજાત બાળકનું આધાર કાર્ડની પ્રક્રિયાને પૂર્ણ કરે છે. નવજાત બાળકનનું આધારકાર્ડ બનાવતા સમયે તેનો બાયોમેટ્રિક ડેટા નથી લેવામાં આવતો. કારણ કે, 5 વર્ષ પહેલા બાળકનો બાયોમેટ્રિક વિગતોમાં બદલાવ થતા રહે છે. જયારે બાળક 5 વર્ષનું થાય છે ત્યારે જ તેની બાયોમેટ્રિક વિગતો લેવામાં આવે છે.
કેવી રીતે બનાવશો આધાર કાર્ડ

સૌથી પહેલા તમે UIDAIની વેબસાઈટ https://uidai.gov.in/my-aadhaar/get-aadhaar.html પર જાઓ.
જે બાદ તમારે આધારકાર્ડ રજીસ્ટ્રેશનની લિંક પર ક્લિક કરો.
જે બાદ તમારે અરજી પત્રમાં બાળકનનું નામ, પોતાનો મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ભરવો પડશે.
જે બાદ આધાર સેંટર પર જવા માટે appointment આપવામાં આવશે.
જે બાદ તમારે નક્કી કરેલા સમય પર જઈ આધાર કાર્ડ સેંટરમાં જઈ દસ્તાવેજ જમા કરવા પડશે.
તમામ દસ્તાવેજોના વેરિફિકેસન બાદ બાળકનો આધારકાર્ડ જારી કરાશે.
Read Also
- ગુજરાત વિધાનસભા ચૂંટણી : ભાજપ ઈલેક્શન મોડમાં, કમલમ ખાતે મળી મહત્વની કારોબારી બેઠક
- હરિયાણાની રેશ્માએ બનાવો રેકોર્ડ, એક દિવસમાં 33.8 લિટર દૂધ આપી બની દેશની નંબર 1 ભેંસ
- પાકિસ્તાન પણ શ્રીલંકાના રસ્તે ? પેટ્રોલ-ડીઝલની અછતમાં થઈ રહ્યો છે સતત વધારો, ભાવ વધારાથી જનતા ત્રસ્ત
- બંગાળની રાજનીતિમાં બોમ્બ બનાવવા આમ વાત છે?
- લંડનથી રાહુલ ગાંધીએ અચાનક સોનિયા ગાંધીને લગાવી દીધો ફોન, જાણો કોની સાથે કરાવી વાત